ચીનના પીઠ્ઠુ KP શર્મા ઓલી નેપાળના PM પદેથી પણ ‘ગ્યાં’ !

વિશેષ સત્રમાં વિશ્ર્વાસનો મત અને વડાપ્રધાન પદ બન્ને ગુમાવ્યા

(પ્રતિનિધિ દ્વારા)
કમમંડું તા. 10
નેપાળમાં રાજકીય સંકટ આવ્યું છે. જેમાં નેપાળના પીએમ કેપી શર્મા ઓલી સોમવારના રોજ સાંસદના નીચલા ગૃહમાં પોતાની બહુમતિ સાબિત કરી શક્યા નહીં, અને તે મામલે અસફળ રહ્યા હતા. આ સાથે જ નેપાળી સંવિધાન મુજબ તેમનું પીએમ પદ જતું રહ્યું છે. પુષ્પકમલ દહલ પ્રચંડ નીત કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેન્દ્ર)ના ઓલી સરકારથી સમર્થન પરત લીધા પછી નીચેના ગૃહમાં બહુમતિ સાબિત કરવાની હતી, ત્યારે આ મામલે નેપાળમાં સંસદનું વિશેષ સત્ર બોલાવામાં આવ્યું હતું.
આ સમય દરમિયાન, વડા પ્રધાન ઓલી 275 સદસ્યના ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરવા માટે વિશ્વાસ મત જીતવા માટે અસફળ રહ્યા હતા. સ્થાનિક મીડિયાના અનુસાર ઓલીને ફક્ત 93 મત મળ્યા જ્યારે તેમને ઓછામાં ઓછા 136 મતોની જરૂર હતી. વિશ્વાસના મતની વિરુદ્ધ 124 મત પડ્યા હતા. 15 સાંસદો તટસ્થ રહ્યા હતા જ્યારે 35 સાંસદ મતદાનથી ગાયબ હતા.
આ સાથે, આર્ટિકલ 100 (3) મુજબ, ઓલી પોતે જ પીએમ પદથી મુક્ત થઈ ગયા.
ફ્લોર ટેસ્ટ પહેલા જ ઓલીને એક મોટો ઝટકો લાગવાનો હતો, જ્યારે તેમની પાર્ટીના સાંસદોનો એક વર્ગ સોમવારે સંસદના વિશેષ સત્રમાં ભાગવ ના લેવાનો નિર્ણય કર્યો હતો. પાર્ટીના એક નેતા ભીમ રાવલે જણાવ્યું હતું. પાર્ટીના અસંતુષ્ટ ગ્રુપે 20થી વધુ ળહફએ સત્રનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પછી ઓલીને પોતાની જ પાર્ટીના અસંતુષ્ટ ગ્રુપના વોટ મળવાની સંભાવના નહિંવત રહી હતી.
ઓલીને ફેબ્રુઆરી 2018માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલના સમર્થનથી પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે કે અધ્યક્ષ પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રંચડ છે, પરંતુ માર્ચમાં સુપ્રીમ કોર્ટે પાર્ટીના વિલયને રદ કરી દીધો હતો.

રિલેટેડ ન્યૂઝ