ફક્ત 8 રૂપિયામાં LPG સિલિન્ડર!

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.4
ઓનલાઇન પેમેન્ટ એપ પેટીએમ ફરી એકવાર ગેસ સિલિન્ડરના બુકિંગ પર ધમાકેદાર ઓફર આપી રહ્યું છે. તેના હેઠળ 808 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 8 રૂપિયામાં ખરીદી શકાશે. તમે 30 જૂનની રાત્રે 11 11 વાગ્યાને 59 મિનિટ સુધી આ ઓફરનો લાભ ઉઠાવી શકશો.
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે તમારા મોબાઇલ ફોનમાં પેટીએમ એપને ડાઉનલોડ કરવી પડશે અને પછી એપ ઓપન કરીને બુક ગેસ સિલિન્ડર પર ક્લિક કરવું પડશે. અહીં તમને જણાવી દઇએ કે ભારત ગેસ, એચપી ગેસ અને ઇન્ડેનનો વિકલ્પ જોવા મળશે. તમે જેના કસ્ટમર છો, તેની પસંદગી કરો. કંઝ્યૂમર નંબર, મોબાઇલ નંબર અથવા પછી એલપીજી આઇડીની મદદથી બુકિંગની પ્રક્રિયા આગળ વધશે. ડિટેલ્સ નાખ્યા પછી પ્રોસેસ કરવાની રહેશે અને તમારી સંપૂર્ણ જાણકારી સામે હશે. બુકિંગ કરતાં 10 રૂપિયાથી માંડીને 800 રૂપિયાની વચ્ચે કેશબેક મળશે.
ધ્યાન રાખજો કે આ ઓફરનો લાભ પેટીએમ વડે પ્રથમ વાર સિલિન્ડર બુક કરવા પર જ લઇ શકાશે. કેશબેક ક્લેમ કરવા માટે પહેલાં પેમેન્ટ કરવું પડશે અને પછી તમારી સામે સ્ક્રેચ કાર્ડ આવશે. આ કાર્ડને ઓપન કરતાં કેશબેક મળી જશે. જો અહીં સ્ક્રેચ કાર્ડને ક્રેચ કરવાનું ભૂલ જાવ છો તો કેસશબેક એન્ડ ઓફર્સવાળા સેક્શનમાં જાવ અને પછી તેનો ઉપયોગ કરો. આ ક્રેચ કાર્ડને 7 દિવસમાં ઉપયોગ કરવું પડશે.
જો તમે પહેલીવાર પેટીએમ એપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરી રહ્યા છો તો આ પ્રોમો કોડ ઓટોમેટિક જ એપ્લાય થઇ જશે, અને પછી રિવોર્ડ પણ મળી જશે. એટલે કે તમારે સિંપલ ઉપર લખેલા સ્ટેપ્સને ફોલો કરવાના છે. આમ કરવાથી તમને ફાયદો જ ફાયદો છે. કોરોના મહામારી વચ્ચે વધતી જતી મોંઘવારીમાં સામાન્ય જનતા માટે આ ઓફર કોઇ વરદાનથી કમ નથી. જે તેમને આર્થિક તંગીના લીધે ઉદભવેલી પરેશાનીથી બચાવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ