ખરીફ પાકના ટેકાના ભાવમાં 50થી 62 ટકાનો વધારો

વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને જબરી ભેટ રૂપ નિર્ણય
તલના પાકના સૌથી વધુ 452 અને તૂવેર-અડદ દાળના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે પ300નો વધારો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૯
કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે બજાર સત્ર ૨૦૨૧-૨૨ માટે ખરીફ પાક પર એમએસપી એટલે કે ન્યુનત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી હતી. બુધવારે આ અંગે માહિતી આપતાં કેન્દ્ર સરકારે કહૃાું કે એમએસપીમાં ગત વર્ષની તુલનામાં સૌથી વધુ વૃદ્ધિ તલના પાક (રૂ. ૪૫૨ પ્રતિ ક્વિન્ટલ) પર કરવામાં આવી છે. આ પછી, તૂવેર અને અડદૃ પરના એમએસપી (બંને પ્રિંત ક્વિન્ટલ રૂ .૩૦૦) માં વધારો કરવામાં આવ્યો છે.
બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રિંસહ તોમારે કહૃાું કે વડા પ્રધાનની અધ્યક્ષતામાં બુધવારે મંત્રીઓ પરિષદૃની બેઠકમાં ખરીફ પાકનો એમએસપી જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય સ્તરના જે અનાજના ભાવ ૧૮૬૮ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા તે ૨૦૨૧-૨૨માં ૧૯૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. જે બાજરાના ભાવ ૨૦૨૦-૨૧માં ૨૧૫૦ રુપ્યા પ્રતિ ક્વિન્ટલ હતા તે હવે પ્રતિ ક્વિન્ટલના ૨૨૫૦ રૂપિયા થઈ ગયા છે.
આ નિર્ણયો વિશે માહિતી આપતી વખતે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહૃાું કે એમએસપીને ખરીફ સીઝન પૂર્વે જાહેર કરવામાં આવી છે અને તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રેલવે ટ્રાફિકને વધુ સુરક્ષિત બનાવવા માટે, રેલવેને ૪ જી સ્પેક્ટ્રમ વધુ ફાળવવામાં આવ્યા છે. હમણાં સુધી રેલવેમાં ૨ જી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરાતો હતો. એટલું જ નહીં, હવે રેલવેમાં સ્વચાલિત ટ્રેન સંરક્ષણની સિસ્ટમ ખૂબ મજબૂત કરવામાં આવી રહી છે. ચાર ભારતીય કંપનીઓએ એવી સિસ્ટમ બનાવી છે કે જેથી બે વાહનોની ટક્કર ન થાય.
તે જ સમયે, કૃષિ મંત્રી નરેન્દ્રિંસહ તોમારે ટ્વીટ કર્યું હતું કે મોદૃી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ખરીફ માર્કેિંટગ સીઝન ૨૦૨૧-૨૨ માટે તમામ ખરીફ પાક માટે લઘુતમ ટેકાના ભાવને મંજૂરી આપી દૃીધી છે. સરકારના નિર્ણયનો લાભ દૃેશના કરોડો ખેડૂતોને મળશે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહૃાું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વમાં છેલ્લા સાત વર્ષોમાં કૃષિ ક્ષેત્રે એક પછી એક એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે ખેડૂતની આવક વધારશે, ખેડૂતો મોંઘા પાક તરફ આકર્ષિત થશે, ખેડૂતના ઘરે સમૃદ્ધિ આવશે અને ખેતી એક નફાકારક સોદૃો બની રહેશે. ઉત્પાદૃન ખર્ચના ૧.૫ ગણા (અથવા ઉત્પાદૃનના ખર્ચ પર ઓછામાં ઓછો ૫૦ ટકા નફો)ના સ્તરે એમએસપી નિર્ધારિત કરવાનો સરકારનો આ ક્રાંતિકારી નિર્ણય છે. કૃષિ કાયદૃાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોને આડકતરી સંદૃેશ આપતાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રિંસહ તોમરએ કહૃાું કે એમએસપી છે જ અને એમએસપી એટલું જ રહેશે. રવી અને ખરીફના એમએસપી પણ સતત જાહેર કરવામાં આવી રહૃાા છે. એમએસપી ચાલુ જ છે, એમએસપી વધી રહી છે અને એમએસપી પર ખરીદૃી પણ વધી રહી છે.
કેન્દ્ર સરકારના અન્ય નિર્ણય અંગે માહિતી આપતાં કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે ફોસ્ફેટિક ખાતરોના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થયેલા વધારાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે આ ખાતરો પરની સબસિડીમાં વધારો કરીને ઐતિહાસિક પગલું ભર્યું છે.

રિલેટેડ ન્યૂઝ