કેન્દ્રીય કોન્ટ્રાકટ કર્મીઓને 3 માસનો અન્-કટ પગાર મળશે

લોકડાઉનમાં ઘરે રહેવા મજબુર શ્રમિકોને ઓન ડ્યુટી ગણવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી તા. 9
કોરોનાની આ સંકટરૂપી મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત ભારત સરકારના અલગ-અલગ મંત્રાલયોમાં કામ કરનારા કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને મોટી રાહત આપવામાં આવી છે. 1 એપ્રિલથી 30 જૂન 2021 સુધી પૂરી સેલરી આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનને કરાણે ઘણાં ખરાં contractual employeesત ઓએ ઘરે રહેવું પડ્યું હતું.
કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, આવા તમામ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ કે જેઓ કોરોનાની બીજી લહેર દરમ્યાન ઘરોમાં હતાં તેઓને ‘ઓન ડ્યુટી’ માનવામાં આવશે. તમામ મંત્રાલયોને કેન્દ્ર સરકાર તરફથી આ બાબતનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ સાથે મંગળવારના રોજ કેન્દ્રએ અધિકારીઓની અછતનો હવાલો આપતા રાજ્ય સરકરોને પણ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું કે, ઉપસચિવ, નિર્દેશક અને સંયુક્ત સચિવના સ્તર પર વધારે અધિકારીઓને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ માટે ભલામણ કરે.
આવાં અધિકારીઓના નામોની ભલામણ નહીં કરવા કહેવાયું કે જેઓનું પ્રમોશન થવાનું છે, કારણ કે આવાં અધિકારીઓને જલ્દી પરત મોકલવા જરૂરી થઇ જાય છે. કર્મચારી મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું કે, ‘એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું કે, માત્ર એવાં અધિકારીઓના નામ મોકલવામાં આવશે કે, જેઓ કેન્દ્રીય કર્મચારી યોજના અંતર્ગત પૂરા કાર્યકાળ માટે હાજર રહે.’ કેન્દ્રીય કર્મચારી યોજના અંતર્ગત ઉપસચિવ / નિર્દેશક અને તેમની ઉપરના અધિકારીઓની કેન્દ્ર સરકારના મંત્રાલયો / વિભાગમાં નિયુક્તિ થાય છે.

રિલેટેડ ન્યૂઝ