જિયો સાવન મ્યૂઝિક અને ઓડિયો નવી પ્રોડક્ટ જિયો સાવન ટીવી રજૂ કરશે

દર્શકોને મનોરંજનનો અલગ જ અનુભવ થશે

મુંબઈ તા,9
જિયોસાવન, મ્યુઝિક અને ઓડિયો એન્ટરટેઇન્મેન્ટ માટે દક્ષિણ એશિયાનું સૌથી મોટું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તેની નવી પ્રોડક્ટ -જિયોસાવનટીવી રજૂ કરી રહ્યું છે. આ અનોખું વીડિયો ફીચર નિષ્ણાતો દ્વારા વર્ગીકૃત અને ઉપયોગમાં આસાની વચ્ચેના અંતરને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ ઉપરની વીડિયો પ્રોડક્ટ્સમાં જિયોસાવનટીવી નવીનત્તમ ઉમેરો છે.ખૂબ જ લોકપ્રિય ઓડિયો સેવાઓમાં જિયોસાવનટીવી મ્યુઝિક માટે એક અનોખો ટેલિવિઝન અનુભવ તૈયાર કરી રહ્યું છે. આ ફીચર ઉચ્ચ ગુણવત્તાની સ્ટ્રીમિંગ ટેક્નોલોજી સાથે વન-સ્ટોપ એન્ટરટેઇનમેન્ટ હબનો અનુભવ આપશે.નિષ્ણાતોનું વર્ગીકરણ અને મનોરંજક સંગીતનો સમન્વય યુઝર્સને નવા હોમપેજ પર નવા ટેબમાં મ્યુઝિક ટીવી ચેનલ્સ અને મ્યુઝિક વીડિયો પ્લેલિસ્ટ સ્વરૂપે માણવા મળશે, જેનાથી શું જોવું છે તેની વૈવિધ્યસભર પસંદગી કરી શકાશે.એનલોગ ચેનલોની જેમ ટીવી ચેનલોમાં વીડિયોઝને એક પછી એક પ્લે કરવાની ભલામણ કરવામાં આવશે, જ્યારે વીડિયો પ્લેલિસ્ટ મૂડ, શૈલી અને કલાકાર મુજબ વર્ગીકૃત કરેલા વીડિયો ચલાવશે.નવી રજૂ કરેલી મ્યુઝિક ટીવી ચેનલ અને મ્યુઝિક વીડિયો પ્લેલિસ્ટ દ્વારા જિયોસાવન યુઝરને કલાકાર, સમયગાળો અને મૂડ મુજબ પસંદગી કરવાની અનુકૂળતા કરી આપે છે જેનાથી મનોરંજનનો એક અલગ જ અનુભવ મળે છે.
નવા ફીચરમાં યુઝર્સને જોવા ઇચ્છતા વીડિયો અને અગાઉ કતારમાં લગાવી રાખેલા ઓડિયો ટ્રેક સાંભળવા માટે સરળતાથી પસંદગી કરવાનો અવકાશ આપે છે. વીડિયોનો સંપૂર્ણ અનુભવ મેળવવા માટે યુઝર્સ તેમના ફોન પર હોરિઝોન્ટલ અને વર્ટિકલ મોડની પસંદગી કરી શકે છે.આ અગાઉ, કોઈપણ ટ્રેક સિલેક્ટ કરવા માટે જે તે ગીતની 15 સેક્ધડની વીડિયો શોર્ટી રજૂ કરવામાં આવી હતી – જેનાથી ભારતીય કલાકારને વધુ સમૃદ્ધ ઓળખ મળે અને દર્શકને વધુ બહેતર અનુભવ મળે. આ ફીચર જૂન 2020માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેને 200 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ઓગસ્ટમાં જિયોસાવને ટ્રીલર સાથે સહભાગિતા સાધી કલાકારો અને યુઝર જનરેટેડ વીડિયો ક્ધટેન્ટને એપ ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ