મુંબઈમાં ચાર માળની ઇમારત ધરાશાયી, ૧૧નાં મોત નિપજ્યા

(સં.સ.સ્ોવા) મુંબઈ,તા.૧૦
દૃેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ મોટી દૃુર્ઘટના બની છે. બુધવાર રાત્રે ભારે વરસાદૃના કારણે લગભગ ૧૧ વાગ્યે મલાડ વેસ્ટમાં સ્થિત ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ.
સ્થાનિક લોકો અનુસાર તેની સાથે જ આસપાસની અન્ય બે બિલ્ડિંગ પણ પડી ગઈ છે. આ દૃુર્ઘટનામાં અત્યાર સુધી ૧૧ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સાથોસાથ ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ, બચાવકર્મીઓએ કાટમાળમાંથી ૧૫ લોકોને બચાવ્યા છે. તેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. ઘટના બાદૃ તરત જ ફાયરબ્રિગેડની ટીમ અને બીએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોને બચાવવા માટે ત્યાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દૃેવામાં આવ્યું હતું.
બીએમસીનું કહેવું છે કે દૃુર્ઘટના બાદૃ આસપાસની બિલ્ડિંગોને ખાલી કરાવી દૃેવામાં આવી છે. સાથોસાથ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહૃાું છે.
બીજી તરફ, ડીસીપી ઝોન ૧૧ વિશાલ ઠાકુરનું કહેવું છે કે કાટમાળમાં વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.

રિલેટેડ ન્યૂઝ