વેક્સિનના સ્ટોક સહિતની માહિતી જાહેર ન કરતા

દેશમાં વેક્સિન વ્યવસ્થા સંભાળવાની જાહેરાત સાથે જ રાજયોને આદેશ

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી, તા.10
દેશમાં હવે વેકસીનેશનની જવાબદારી સંભાળ્યા બાદ કેન્દ્ર સરકારે તમામ રાજયોને વેકસીન અંગેના ડેટા જાહેરમાં નહી આપવાનું ફરમાન કર્યુ છે.
હાલ ખુદના ખર્ચ વેકસીન ખરીદીને લોકોનું રસીકરણ કરી રહેલા રાજયોને હવે તા.21 બાદ કેન્દ્ર સરકારની કેન્દ્રીય ખરીદી હેઠળની વેકસીન ફ્રી માં મળશે.
જેની જાહેરાત બે દીવસ પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી પણ હવે વેકસીનના ડેટાને સંવેદનશીલ ગણાવીને કેન્દ્ર સરકારે તમામ રાજયોને વેકસીનના સ્ટોક તથા તે કયાં ઉષ્ણતામાન હેઠળ રાખવામાં આવી છે. તેવી કોઈ માહિતી લોકોને નહી આપવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આ ડેટા પર કેન્દ્રના મંત્રાલયનો અધિકાર છે અને તેથી તેની મંજુરી વગર જાહેર કરી શકાશે નહી. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય હેઠળ આવતા બાળ આરોગ્ય મંત્રાલય એ આ ફતવો આપ્યો છે. તા.4 જૂનના લખાયેલા આ પત્રમાં જણાવ્યું છે કે વેકસીન સ્ટોક, ઉષ્ણતામાનની માહિતી સંવેદનશીલ છે
અને તે આયોજન માટે જ ઉપયોગમાં લઈ શકાશે. કેન્દ્ર સરકારે વેકસીન ઈન્ટેલીજન્સ નેટવર્ક બનાવ્યું છે જેનાથી વેકસીનનો રેકોર્ડ અને તેની મુવમેન્ટ ટ્રેસ થશે.
જે જીલ્લા કક્ષાએથી સીધી દિલ્હી સાથે જોડાયેલી હશે. કેન્દ્રના આદેશ મુજબ વેકસીનની આ માહિતી કોઈ અન્ય સંગઠન, ખાનગી એજન્સી, મીડીયા, ઓનલાઈન કે ઓફલાઈન ફોરમ પર આપી શકાશે નહી.
દેશના અનેક રાજયો તેમના વેકસીનના ડેટા જાહેર કરે છે અને શા માટે વેકસીન સેન્ટર બંધ રહે છે તે માટે સ્ટોક નથી નો ખુલાસો કરે છે હવે કેન્દ્ર જ આ વેકસીન પુરી પાડનારી હોવાથી રાજયો સ્ટોક વિ.ની માહિતી જાહેર ન કરે તેવા ફરમાનથી નવો વિવાદ સર્જાશે. વેકસીન એ કોઈ લશ્કરી સંવેદનશીલ માહિતી નથી પણ ડેટા જાહેર નહી કરવા માટે કેન્દ્રએ કોઈ તર્કબદ્ધ કારણ આપ્યું જ નથી.

રિલેટેડ ન્યૂઝ