દૃેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬૧૪૮ના મોત

નવા ૯૪૦૫૨ કેસ: એક્ટિવ કેસ ઘટીન્ો ૧૨ લાખની અંદૃર

બિહારમાં મૃત્યુઆંકમાં ગરબડ: એક દિૃવસમાં ૩,૯૫૧ના મોત નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.10
ભારતમાં કેટલાંક વખતથી કોરોનાના નવા કેસ તથા મૃત્યુ આંકમાં રાહત રહ્યા બાદ આજે એકાએક મોતની સંખ્યામાં મોટો વધારો થયો છે.રેકોર્ડબ્રેક 6148 મોત જાહેર કરવામાં આવ્યા છે.બિહારમાં મોતના આંકડામાં મોટી ગરબડનો ખુલાસો થતા આમ બન્યુ છે.
બિહારમાં અગાઉ છુપાવાયેલા આંકડા જાહેર કરાયા હોય તેમ એક જ દિવસનાં 3951 કોરોના મોત જાહેર થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સતાવાર આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 94052 કેસ નોંધાયા હતા. સતત ત્રીજા દિવસે નવા કેસની સંખ્યા એક લાખથી નીચે હતી. જોકે એક દિવસનાં મોત રેકોર્ડબ્રેક 6148 હતા. આ દરમ્યાન 151367 લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોના મોતના વધેલા આંકડા પાછળ બિહારમાં 3951 મોતનો આંકડો જવાબદાર છે. બિહારમાં મોતના આંકડા છુપાવવામાં આવતા હોવાની ફરીયાદ હાઈકોર્ટમાં થઈ હતી.અદાલતે ખાસ કમીટી મારફત તપાસના આદેશ કર્યા હતા અને તેમાં મોતની સંખ્યા વધુ હોવાનો ખુલાસો થયાનું બહાર આવ્યું છે. આ સંખ્યા હજુ વધવાની આશંકા છે.
બિહાર આરોગ્ય મંત્રાલય દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે હોમ આઈસોલેશનમાં ઘણા લોકોના મોત થયા હતા.કેટલાંક હોસ્પીટલ પહોંચે તે પુર્વે જ મોતને ભેટયા હતા અને અનેકનો કોરોનામાંથી સાજા થયા બાદ ભોગ લેવાયો હતો. આવા તમામ કેસોની ચકાસણી કરાયા બાદ કોરોના મોતમાં ઉમેરો કરવામાં આવ્યો છે.
બિહારમાં કોરોના મોતના આંકડામાં 73 ટકાનો ધરખમ વધારો જાહેર થતા નિતિશકુમાર સારવાર માટે વિપક્ષોએ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે.રાજયમાં મોતનો આંકડો 5424 દર્શાવાતો હતો તે એક જ દિવસમાં 3951 વધીને 9375 થયો છે.
તપાસ સમિતિની ચકાસણી બાદ માત્ર પટણામાં જ 1070 મોતનો ઉમેરો થયો છે.રાજય સરકારના નવા રીપોર્ટનાં આધારે એવો ખુલાસો થયો છે કે કોરોનાની ઘાતક બીજી લહેરમાં મૃત્યુ આંક 8000 આસપાસ છે જે પ્રથમ લહેર કરતા છ ગણો વધુ છે.

રિલેટેડ ન્યૂઝ