સીરમ દ્વારા સપ્લાય અટકતા અનેક દેશોમાં વેકસીનની અછત

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી, તા.10
ભારતની સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા અનેક દેશોને કોરોના વેકસીનનો જથ્થો પુરો પાડવામાં આવ્યો છે પરંતુ હવે રસીની માંગ વધતા સીરમ પુરતો પુરવઠો મોકલવામાં નિષ્ફળ રહી છે. બાંગ્લાદેશ, નેપાળ, રવાન્ડા જેવાં અનેક દેશોમાં વેકસીનની અછતને કારણે રસીકરણ કાર્યક્રમ અટકી પડયો છે અને મોટાભાગે સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા જ અછત સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે.રિપોર્ટ મુજબ વિશ્ર્વ આરોગ્ય સંગઠન તરફથી તમામ દેશોને રસી પહોંચાડવાનાં કાર્યક્રમ કોવૈકસ અંતર્ગત રસીનો સૌથી મોટો સપ્લાયર ભારતની સીરમ ઈન્સ્ટીટયુટ જે રહી હતી.જો કે કંપનીની છેલ્લા કેટલાંક મહીનાઓથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે રસીની સપ્લાય પર અસર થઈ રહી છે.
સીરમનાં પૂણેના પ્લાન્ટમાં લાગેલી આગ, ભારતથી રસીનાં નિકાસ પર લાગેલાં પ્રતિબંધ સહિતના પગલાઓએ સપ્લાઈમાં મુશ્કેલી પેદા કરી છે.

રિલેટેડ ન્યૂઝ