બ્લેક ફંગસની દવા અને કોરોના સંશાધનોના GSTમાં ધરખમ ઘટાડો

GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીની જાહેરાત
જો કે કોવિડ-વકિસન RT-PCR મશીન સહિતમાં ટેકસ યથાવત

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.12
GST કાઉન્સિલની 44મી બેઠક ખતમ થઈ પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ પર ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલી દવાઓ અને એમ્બ્યુલન્સ સહિત અન્ય ઉપકરણો પર પણ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેઠકમાં કોવિડની વેક્સિન પર 5% ૠજઝને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૠજઝના રેટમાં આ ઘટાડો સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
ૠજઝ કાઉન્સિલની બેઠકમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં આવનારી એમ્બ્યુલન્સ પર ટેક્સ રેટમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કાઉન્સિલે એમ્બ્યુલન્સ પર ૠજઝના રેટ ઘટાડીને 12% કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ પર 28%ના રેટથી GST વસૂલવામાં આવતો હતો. બ્લેક ફંગસની સારવામાં ઝજ્ઞભશહશુીળફબ અને એમફોથ્રેસિન-બીનો ઉપયોગ થાય છે. કાઉન્સિલે આ દવાઓ પર ૠજઝ ન લેવાનો નિર્ણય કર્યો છે.
GSTકાઉન્સિલે 28 મેનાં રોજ થયેલી બેઠકમાં કોવિડ અને બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવાઓ અને સામાન પર ટેક્સના રેટ પર વિચાર કરવા માટે 8 મંત્રીઓના એક જૂથે નિર્ણય કર્યો હતો. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે મંત્રી સમુહની ભલામણને મંજૂરી આપતા ટેક્સમાં ઘટાડવાનો નિર્ણય કરાયો છે.
RT-PCR મશીન પર ટેક્સમાં કોઈ જ ઘટાડો નહીં
GSTકાઉન્સિલની બેઠકમાં કોવિડ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ પર ટેક્સમાં કોઈ જ ઘટાડો કરાયો નથી. છઝ-ઙઈછ મશીન, છગઅ મશીન અને જીનોમ સીક્વેન્સિંગ મશીન પર ટેક્સના રેટમાં કોઈ જ ઘટાડો કરાયો નથી. આ વસ્તુઓ પર 18%ના દરે જ ટેક્સ લાગશે. આ ઉપરાંત જીનોમ સીક્વેન્સિંગ કિટ્સ પર લાગતી 12% ટેક્સને પણ યથાવત રાખવામાં આવ્યા છે. કોવિડ ટેસ્ટિંગ કિટ બનાવવામાં ઉપયોગમાં લેનારા કાચા માલ પર પણ ટેક્સના રેટમાં કોઈ જ ઘટાડો કરાયો નથી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર 75% વેક્સિન ખરીદી રહ્યાં છે અને તેના પર GSTપણ આપે છે. લોકોને સરકારી હોસ્પિટલમાં આ 75% વેક્સિન ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એવામાં વેક્સિન પર GSTની સામાન્ય લોકો પર કોઈ જ અસર નહિ થાય. તો કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી સરકારે 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોવિડ વેક્સિન ફ્રીમાં આપવાની સગવડ કરી છે. દવાઓ પર GSTને 12%થી ઘટાડીને 5% સુધી કરી દેવાઈ છે. કોવિડથી લડાઈમાં રિલીફ મટિરિયલ પર પણ GST5% કરાયા છે.

5% કરાયા છે.

રિલેટેડ ન્યૂઝ