ભારતીય સેના વિદ્યા બાલનને યાદગાર સન્માન

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી તા. 5
તાજેતરમાં રિલીઝ થયેલી શેરનીની સફળતાની સાથે મોશન પિકચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં સામે
થવા માટે 395 નવા આમંત્રિતોમાંથી એક માત્ર અભિનેત્રી તરીકે આગળ આવીને દેશને ગૌરવન્તિ કરતા વિદ્યા બાલને વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે, ગુલમર્ગ, કાશ્મીરમાં એક સેન્ય ફાયરિંગ રેંજનું નામ અભિનેત્રીના નામ પર રાખવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક છાપ બનાવીને વિદ્યા બાલન ઘણી ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ આ વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્વારા આયોજિત ‘ગુલમર્ગ વિન્ટર ફેસ્ટિવલ’માં ભાગ લીધો હતો. વિદ્યા બાલનની વિવિધ ઉપલબ્ધિઓને માન આપતા, ભારતીય સેનાએ ગુલમર્ગમાં એક સૈન્ય ફાયરિંગ રેન્જનું નામ ‘વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ’ રાખ્યું છે.
પ્રેરણાનો સ્ત્રોત, વિદ્યા બાલન મહિલા સશક્તિકરણ અને ઘણા સામાજિક મુદ્દાઓની હિમાયત કરવામાં અગ્રેસર રહી છે. વિદ્યા બાલન અન્ય સામાજિક પાસાઓ વચ્ચે રૂઢિવાદિત અને આત્મ-પ્રેમ, શરીરની સકારાત્મકતા વિશે વાત કરતી જોવા મળી છે અને જાગૃતિ લાવે છે.
એક પ્રભાવશાળી આઇકન, વિદ્યા બાલનને સ્ક્રીન પરના તેના પાત્રો દ્વારા તેમજ ઓફ સ્ક્રીન મૂલ્યોથી, શક્તિ, સ્વતંત્રતા અને હિંમતનું ચિત્રણ કર્યું છે. વિદ્યા બાલનની સિદ્ધિઓનું સન્માન કરતાં ભારતીય સેનાએ ફાયરિંગ રેન્જનું નામ અભિનેત્રીના નામ પર રાખ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ