ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ટીમના યોધ્ધા યશપાલ શર્માનું નિધન

સવારે મોર્નિંગ વૉકથી પરત ફર્યા બાદ છાતીમાં દુ:ખાવો થયો: હાર્ટ ફેઈલથી હોસ્પિટલમાં જ અંતિમ શ્ર્વાસ

કપિલ દેવ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા: મદનલાલ, વેંગ્સરકર, કીર્તિ આઝાદ, સહિતના દિગ્ગજો પણ ભાંગી પડ્યા

યશપાલની યશસ્વી કેરિયર
યશપાલ શર્માએ ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 34 ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. તે જ સમયે, યશપાલ શર્માએ કુલ 42 વનડે મેચમાં 883 રન બનાવ્યા. યશપાલ શર્મા 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતા. યશપાલ શર્માએ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી પ્રથમ મેચમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. આ ઉપરાંત યશપાલ શર્માએ પણ સેમિફાઇનલમાં 61 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે ઇંગ્લેન્ડને પરાજિત કર્યું હતું. 1983 ના વર્લ્ડ કપ પછી, યશપાલ શર્માની કારકિર્દી ધીમી પડવાની શરૂઆત થઈ. નબળા પ્રદર્શનને કારણે યશપાલ શર્માને પ્રથમ ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયા હતા, ત્યારબાદ તે વનડેમાં પણ વાપસી કરી શક્યા ન હતો. યશપાલ શર્મા મૂળ પંજાબના હતા, જેનો જન્મ 11 ઓગસ્ટ 1954માં થયો હતો. પંજાબ સ્કૂલ તરફથી રમતા, યશપાલ શર્માએ 260 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ તે સતત ચર્ચામાં રહ્યા હતા.

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.13
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983ની વિશ્વ વિજેતા ટીમનો ભાગ એવા યશપાલ શર્માનું નિધન થયું છે. યશપાલ શર્માનું આજે સવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. યશપાલ શર્માની ઉંમર 66 વર્ષ હતી. યશપાલ શર્માએ 1983 માં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમતી વખતે 1979 માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
વિશ્વ વિજેતા ટીમમાં યશપાલ શર્મા સાથે રમનારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે તેના સાથી ખેલાડીના અવસાન પર કહ્યું હતું કે તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે આ બન્યું છે. અમે ખેલની શરૂઆત પંજાબથી કરી, પછી અમે વર્લ્ડ કપમાં સાથે રમ્યા. મદનલાલે કહ્યું કે કપિલ દેવ અને ટીમના અન્ય સભ્યોની સાથે હમણા વાત થઇ, આ સમાચારથી સૌકોઇ દંગ રહી ગયા છે. યશપાલ શર્મા પાછળ પત્ની, ત્રણ સંતાનો છોડી ગયા છે. યશપાલ શર્માનાં બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. યશપાલ શર્મા ભારતીય ક્રિકેટ ટીમના નેશનલ સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે કહ્યું કે આજે અમારો પરિવાર તૂટી ગયો છે, યશપાલ શર્માએ 1983 ના વર્લ્ડ કપના વિજયનો એજન્ડા નક્કી કર્યો હતો. અમે હમણા 25 જૂને મળ્યા હતા, ત્યારે તે ખૂબ જ ખુશ હતો. તે અમારી ટીમમાં સૌથી ફિટ ખેલાડીઓમાંનો એક હતો. કીર્તિ આઝાદના કહેવા મુજબ, આજે સવારે મોર્નિંગ વોકથી પાછા આવ્યા ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો. તે પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું 66 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર ટીમના સભ્ય હતા. બાદમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સિલેકટર પણ રહ્યા. શર્માના નિધન પર તેમની સાથી અને 83વાળી ટીમના કેપ્ટન કપિલ દેવ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે થોડાંક સપ્તાહ પહેલાં જ તેમની યશપાલ સાથે મુલાકાત થઇ હતી.
કપિલ દેવે કહ્યું કે મને તો હજી પણ લાગી રહ્યું છે કે આ સાચું નથી. મને કંઇ સમજાતું જ નથીહજી તો અમે થોડાંક સપ્તાહ પહેલાં જ મળ્યા હતા અને ખૂબ જ સારા સ્વભાવના હતા. ભગવાનની જે મરજી હોય તેની સાથે આપણે લડી શકતા નથી. હાં ભાગવાનને આજે પૂછીશું ચોક્કસ કે આવું ના કરો. ખૂબ જ અજીબ લાગી રહ્યું છે. હું મારી જાતને સંભાળી શકું તેમ નથી. ફ્લાઇટ લઇ સીધો દિલ્હી જઇ રહ્યો છું. બસ એટલું જ કહીશ રેસ્ટ ઇન પીસવી લવ યુ યશ! પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે કહ્યું કે તેમને સમજાતું નથી કે કેવી પ્રતિક્રિય આપે. વેંગસરકરે કહ્યું કે થોડાંક સપ્તાહ પહેલાં જ યશપાલને મળ્યા હતા અને તેઓ ઘણા ફિટ દેખાતા હતા. તેમણે કહ્યું કે આવો અકસ્માત સર્જાશેકયારેય વિચાર્યું નહોતું. વેંગસરકર અને યશપાલ ઘણી ક્રિકેટમાં સાથે રમ્યા છે.

રિલેટેડ ન્યૂઝ