2021 T-20 વર્લ્ડકપમાં જામશે ભારત-પાક જંગ

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી,તા.16
2021 T20 World Cup:: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 17 ઓક્ટોબરથી શરૂ થનાર 2021 ટી20 વર્લ્ડકપ માટે ગ્રુપની જાહેરાત કરી દીધી છે. આઇસીસીએ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખ્યા છે. એવામાં બે વર્ષ બાદ ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આમને-સામને હશે.
આઇસીસી એ ભારત અને પાકિસ્તાન બંનેને એક જ ગ્રુપમાં 2 માં રાખ્યા છે. આ ઉપરાંત આ ગ્રુપમાં ન્યૂઝિલેંડ, અફઘાનિસ્તાન અને બે ક્વાલિયાર ટીમો હશે. તમને જણાવી દઇએ કે 2021 ટી20 વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં રમાશે.
આ પહેલાં છેલ્લે ભારત અને પાક્સિતાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારથી ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પાકિસ્તાન અત્યાર સુધી વનડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરૂદ્ધ જીતી શક્યું નથી.
ગત ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. જોકે તે સમયે ગ્રુપમાં બીમાં આ બંને ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેંડ અને બાંગ્લાદેશ પણ હતી. ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સની મોટી સંખ્યાને જોતાં આઇસીસીએ ફરી એકવાર બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
ઈંઈઈ ઝ-20 વર્લ્ડ કપના ગ્રુપની જાહેરાત કરી, ઈન્ડિયાના ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પણ સામેલ ઈન્ડિયા અને પાકિસ્તાન મેચના ફેન્સ માટે સારા સમાચાર સામે રહ્યા છે. આ વર્ષે ઝ-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં ઞઅઊ ખાતે રમાશે, જેમાં ઈન્ડિયા અને પાકિસ્તાનને સુપર-12ના એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. આ બંને ટીમ ગ્રુપ-2માં છે, જેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ સામેલ છે.
ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ ઈંઈઈ ટૂર્નામેન્ટની ’એલ ક્લાસિકો’ તરીકે ઓળખાય છે. અત્યારસુધી કુલ 6 ઝ-20 વર્લ્ડ કપમાંથી માત્ર 2 વાર (2009 અને 2010)માં ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ રમાઈ નહોતી. 2007 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે ફાઇનલ સહિત 2 મેચ રમાઈ હતી, જ્યારે 2012ના વર્લ્ડ કપમાં બંને ટીમ સુપર-8 રાઉન્ડમાં એકબીજા સાથે ટકરાઈ હતી. 2014 અને 2016માં ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં મેચ થઈ હતી.
ઈંઈઈ 48 કલાકમાં ઝ-20 વર્લ્ડ કપની તમામ મેચનું શિડ્યૂલ જાહેર કરશે. અત્યારેના અધિકારી ઞઅઊ અને ઓમાનમાં છે. અહીં તેઓ તમામ સુવિધાઓની ચકાસણી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ ટીમના ટ્રાન્સપોર્ટેશન અને કોવિડ પ્રોટોકોલ અંગે પણ ચર્ચા કરશે.

રિલેટેડ ન્યૂઝ