આજે ખેડૂતો-વિપક્ષોનો સંસદને ઘેરાવ

હરિયાણાના
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું: 22મીએ (આજે) એવું કરીશું કે મોદી સરકાર હચમચી જાય

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી,તા.21
હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચોટાલાએ કહ્યું કે આવતીકાલે વિપક્ષી સાંસદો સંસદને એવો ઘેરાવ કરશે કે મોદી સરકારને ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની ફરજ પડશે.
સિંધુ બોર્ડરે ખેડૂતોને મળવા પહોંચેલા પૂર્વી સીએમ ચોટાલેએ કહ્યું કે વિપક્ષ એવી સ્થિતિ પેદા કરશે કે સરકારને કાળા કાયદા પરત ખેંચવાની ફરજ પડશે.
ઈન્ડીયન નેશનલ લોકદળના અધ્યક્ષ અને પૂર્વ સીએમ ચોટાલા ખેડૂત આંદોલનના સ્થળે પહોંચીને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી
અને ત્યાં આ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આવા કાયદા લાવનાર સરકારને લોકો ઉખાડી નાખશે. તેમણે એવું પણ કહ્યું કે લડાઈ ફક્ત ખેડૂતો અને મજૂરોની નથી પરંતુ આખા દેશની છે અને આખી દુનિયાની નજર ખેડૂત આંદોલન પર છે.
ચોટાલાએ કહ્યું કે અમારી પાર્ટીનું ખેડૂતોને પૂરુ સમર્થન છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે જો ખેડૂતો હશે તો દેશ સમૃદ્ધ બનશે જો તેઓ ખુશ નહીં હોય તો દેશ કેવી રીતે પ્રગતિ કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારની નીતિઓને કારણે ખેડૂત સહિત સમાજના જુદાજુદા વર્ગો મુશ્કેલીમાં મુકાયા છે. આ સરકાર કોર્પોરેટ ગૃહોને ફાયદો કરનાર નીતિઓ બનાવવા માંગે છે. ખેડૂત આંદોલન સતત મજબૂત થઈ રહ્યું કારણ કે તેને દેશવ્યાપી સમર્થન મળેલું છે.

રિલેટેડ ન્યૂઝ