ચીખલી પો.સ્ટે.માં ચોરીનાં 2 શકમંદોએ કર્યો આપઘાત

કસ્ટોડિયલ ડથ જેવા મામલે જયુડિશ્યિલ મજિસ્ટ્રેટની
હાજરીમાં પંચનામું

ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ
ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ જિલ્લા પોલીસવડા, નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક સહિત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
આ સમગ્ર મામલે નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક એસ.જી. રાણાએ જણાવ્યું હતું કે વઘઇ તાલુકાના બે શકમંદ આરોપી આજે સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં આ મામલે મને તપાસ સોંપવામાં આવી છે અને આરોપીઓએ કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું એને લઈને તપાસ થઈ રહી છે.

(પ્રતિનિધિ દ્વારા)
ચીખલી,તા.21
ચીખલી પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી ગુનામાં શંકાને આધારે પૂછપરછ માટે લાવવામાં આવેલા બે શંકસ્પદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. બન્ને શંકામદ આરોપીઓ સેલમાં ન હતા,પણ પો.સ્ટે.ના એક રૂમમાં રાખવામાં આવ્યા હતા. જેમણે વાયરથી ગળેફાંસો ખાધો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે બેઠક કરીને 4 લોકોની ટીમ બનાવી તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી છે.
ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના અને વઘઇ તાલુકાના બે આરોપીને મિલકત સંબંધી ગુનાને લઈ ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ અર્થે લાવી હતી. એ અંતર્ગત 19 વર્ષીય સુનીલ પવાર અને રવિ જાદવે સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.
આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના બનાવો સામે પોલીસ શું કરી રહી હતી અને કોઈનું ધ્યાન કેમ ન ગયું એને લઈને પણ સવાલો ઊભા થયા છે. માત્ર મિલકત સંબંધી ગુનાને લઈને શકમંદ આરોપી કઈ રીતે આત્મહત્યા કરી શકે એને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
બે શંકાસ્પદ આરોપીઓના પોલીસ સ્ટેશમાં જ મોત થતાં મૃતકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. સાથે મોટી સખ્યામાં આદિવાસીઓ ન્યાયાની માંગ સાથે પોલીસ સ્ટેશન ભેગા થયા છે. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પણ સમર્થકો ઉપસ્થિત રહ્યા છે. જિલ્લા પોલીસ વડા અને અન્ય ઉચ પોલીસ અધિકારીઓ સાથે ધારાસભ્યે બેઠક કરીને 4 લોકોની ટીમ બનાવી તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી છે. હાલ આદિવાસી સમાજમાં આ અપમૃત્યુ મામલે રોષ લાગણી ફેલાવા પામી છે. જેથી મોટો પોલીસ કાફલો ચીખલી પોલીસ સ્ટેશન ખડકી દેવામાં આવ્યો છે.

આ ઘટના અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારા મત વિસ્તાના ચીખલી પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની છે, તે ખૂબ જ દુ:ખદ ઘટના છે. મે એસ.પી અને ડી.વાય.એસ.પી સાથે ચર્ચા કરી છે કે, બંન્ને યુવાનોના પરિવારોને ન્યાય મળે અને ઘટના પાછળના રહસ્યની કાળજી લેવા ગંભીરતા પૂર્વક જણાવ્યું છે. બંને યુવકોનુ પી.એમ પાંચ ડોક્ટરોની પેનલથી થશે.

રિલેટેડ ન્યૂઝ