ITના ફોર્મ્સ 15 CA/15 CB ફાઇલની મુદત 15 ઓગસ્ટ સુધી


(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી તા,21
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા ઈન્કમટેક્સનાં ફોમ્ર્સ 15સીએ તેમજ 15 સીબી ઓનલાઈન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. કરદાતાઓને સરકારની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદને પગલે આ નિર્ણય લેવાયો છે. કરદાતાઓ હવે ફોર્મ 15 સીએ/15 સીબીને મેન્યુઅલ ફોર્મેટમાં 15 ઓગસ્ટ સુધીમાં અધિકૃત ડીલર્સ સમક્ષ જમા કરાવી શકશે. ફોરેનમાં કોઈપણ રકમ મોલકવાનાં સંદર્ભમાં કરદાતાઓએ જ્યાં લાગૂ પડે ત્યાં ફોર્મ 15 સીએ અપલોડ કરીને તેની સાથે ફોર્મ 15 સીબીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ર્સિટફિકેટ સાથે પોર્ટલમાં ઈ-ફાઈલિંગનું હોય છે.

રિલેટેડ ન્યૂઝ