સરકારના 3,000 કરોડ રૂપિયા કટકટાવી ગયા નકલી ‘જગતાત’

દેશમાં 42 લાખ નકલી ખેડૂત પાસેથી સરકાર હવે રકમ ઓકાવશે


(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી તા. 21
દેશના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ કૌભાંડનો શિકાર બની ગઈ છે. સરકારે સંસદમાં જણાવ્યું છે કે 42 લાખથી વધુ અયોગ્ય ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના રૂપિયા નાખવામાં આવ્યા છે. એટલું જ નહીં તેનાથી સરકારને લગભગ 3 હજાર કરો રૂપિયાનું નુકશાન પણ થયું છે. આ જ રીતે, બીજા ક્રમે તામિલનાડુ છે જ્યાં 7 લાખ 22 હજારથી વધુ નકલી ખેડૂતોના ખાતામાં લગભગ 340 કરોડ રૂપિયા નાખી દેવામાં આવ્યા છે. ત્રીજા નંબરે પંજાબ આવે છે જ્યાં લગભગ 6 લાખ 62 હજારથી વધુ અયોગ્ય ખેડૂતોના ખાતામાં 437 કરોડ રૂપિયાની રકમ ગઈ છે.
જો રકમની દ્રષ્ટિએ જોઈએ તો આ કૌભાંડથી સૌથી વધુ નુકશાન આસામમાં થયું છે જ્યાં 554 કરોડથી વધુ રૂપિયા અયોગ્ય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બીજા નંબરે પંજાબ છે જ્યાં 437 કરોડ રૂપિયા અયોગ્ય ખેડૂતોના ખાતામાં નખાયા છે. આ દ્રષ્ટિએ ત્રીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે જ્યાં 357 કરોડ રૂપિયા અયોગ્ય ખેડૂતોના ખાતામાં ગયા છે.આ અયોગ્ય ખેડૂતોની ઓળખ કરુઢી મંત્રાલયને ખેડૂતોના આધાર/ઙખજ/ઈન્ક્મ ટેક્સ ડેટાબેઝનું વેરિફિકેશન કરતા ખબર પડી છે.
આ કુલ મળીને 42 લાખ લોકો છે જે કિસાન સન્માન નિધિની સહાયતા મેળવવા માટે અયોગ્ય ખેડૂતો. સાથે જ ઘણા ખેડૂતો એવા પણ છે જેઓ ઈન્ક્મ ટેક્સની મર્યાદામાં પણ આવે છે. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશભરના નાના ખેડૂતોને દરવર્ષે 6000 રૂપિયા 2-2 હજારના ત્રણ હપ્તે સરકાર આપે છે. તેનાથી ગરીબ અને ઓછી જમીન વાળા ખેડૂતોને લાભ પણ મળ્યો છે અને તેમની રોજની જરૂરિયાતોને પુરી કરવા માટે આ યોજના મદદરૂપ સાબિત થઇ છે.

રિલેટેડ ન્યૂઝ