આંદોલનકારો ખેડૂતો નથી ‘મવાલી’ છે: મંત્રી મિનાક્ષી લેખી

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી,તા.22
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કિસાનો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કિસાનોની તુલના મવાલીઓ સાથે કરી છે. તે પણ કહ્યું કે આ પ્રકારે પ્રદર્શન કરવુ આપરાધિક છે. વિપક્ષ આવી વસ્તુને પ્રોત્સાહન આપી રહ્યું છે.
મીનાક્ષીએ કહ્યું- તે કિસાન નહીં મવાલી છે. તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. આ આપરાધિક ગતિવિધિઓ છે.
જે કંઈ 26 જાન્યુઆરીએ થયું તે શરમજનક હતું. તે આપરાધિક ગતિવિધિઓ હતી. તેમાં વિપક્ષ તરફથી આ વસ્તુને હવા આપવામાં આવી છે.
પેગાસસ જાસૂસીને લઈને સંસદમાં થયેલા હંગામા પર ભાજપ તરફથી પત્રકાર પરિષદ કરવા આવેલા મીનાક્ષી લેખીએ એક સવાલના જવાબમાં કહ્યું- સૌથી પહેલા તેને કિસાન કહેવાનું બંધ કરો, કારણ કે તે કિસાન નથી, તે ષડયંત્રકારી લોકોના હાથો બનેલા લોકો છે, જે સતત કિસાનોના નામ પર આ હરકતો કરી રહ્યાં છે. કિસાનોની પાસે સમય નથી, જંતર-મંતર પર આવીને બેસે, તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં છે. આ આતંકીઓ દ્વારા ચઢાવવામાં આવેલા લોકો છે, જે ઈચ્છતા નથી કે કિસાનોને ફાયદો મળે.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે 200 કિસાનોના એક સમૂહે ગુરૂવારે મધ્ય દિલ્હીના જંતર-મંતર પર પહોંચ્યો. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે 9 ઓગસ્ટ સુધી સંસદ પરિવરથી કેટલાક કિલોમીટર દૂર જંતર-મંતર પર વધુમાં વધુ 200 કિસાનોને પ્રદર્શનની વિશેષ મંજૂરી આપી છે. પોલીસે મધ્ય દિલ્હીની ચારે તરફ સુરક્ષા ઘેરો બનાવી રાખ્યો છે. વાહનોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો સાથે સરકાર વાત કરવા તૈયાર છે.

રિલેટેડ ન્યૂઝ