ઑલિમ્પિકના શ્રી ગણેશાય

મેરીકોમ અને મનપ્રીત સહિત 20 ભારતીય ખેલાડીઓ અને 6 અધિકારીઓએ લીધો ભાગ

ટોકિયોમાં ચકાચૌધ રોશની અને નયન રમ્ય નૃત્યોત્સવ સાથે વિશ્ર્વ રમતોત્સવનો ભવ્ય આગાઝ

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી તા. 23
રમતગમત પ્રેમીઓના 5 વર્ષની આતુરતાનો અંત આવે ગયો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલમ્પિક શરૂ થઇ ગયો છે. ટોક્યો ઓલમ્પિકનો આગાઝ શાનદાર ઓપનિંગ સેરેમનીની સાથે શુભારંભ થયો. આમ તો ઓલમ્પિકનું આયોજન દર ચાર વર્ષે થાય છે, પરંતુ કોરોનાના કારણે ટોક્યો ઓલમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. ઓપનિંગ સેરેમનીમાં ભારતની સાત રમતોના 20 ખેલાડીઓને ભાગ લીધો. તો બીજી તરફ ટોક્યો ઓલમ્પિકમાં 205 દેશોમાંથી 11 હજાર એથલીટ સામેલ થઇ રહ્યા છે. 17 દિવસ ચાલનાર ટોક્યો ઓલમ્પિકમાં 33 અલગ અલગ ર્માતોના 339 ઇવેન્ટ યોજાશે. જેમાં ભારતના 127 ખેલાડી ભાગ લેશે. 84 મેડલ ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.
ભારતીય ઓલમ્પિક સંઘ ઓપનિંગ સેરેમનીમાં 20 ભારતીય ખેલાડી અને 6 અધિકારીઓએ ભાગ લીધો. ઓલમ્પિકના ઇતિહાસમાં પહેલીવર ભારતના બે ખેલાડીઓએ પોતાના દેશનું નેતૃત્વ કર્યું. બોક્સ મેરીકોમ અને હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ભારતીય દળનું નેતૃત્વ કર્યું.
ઓલમ્પિક રિંગને બનાવવ માટે ઉપયોગમાં લેવાતા લાકડા આંતરરાષ્ટ્રીય એથલીટો દ્વારા લાવવામાં આવેલા બીજમાંથી ઉગાડવામાં આવેલા ઝાડમાંથી બનાવામાં આવી છે, આ ત્યારે લગાવવામાં આવ્યા હતા જ્યારે ટોક્યોએ ગત વખતે ઓલમ્પિક રમતોની મેજબાની કરી હતી.
છઠ્ઠીવાર વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરીકોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહએ ટોક્યોના નેશનલ સ્ટેડિયમમાં ઉદઘાટન સમારોહ પરેડમાં ભારતીય દળનું નેતૃત્વ કર્યું.
સૌથી પહેલાં ગ્રીક ઓલમ્પિક દળે નેશનલ સ્ટેડિયમમાં માર્ચનું નેતૃત્વ કર્યું. આઇસલેંડ અને આયરલેંડ આવનાર આગામી દેશ છે.
બાંગ્લાદેશના નોબલ પુરસ્કાર વિજેતા મોહમંદ યૂનુસને ઓલમ્પિક લોરેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
કોવિડ પીડિતોને શ્રધ્ધાંજલી
ઓલમ્પિક ગ્રુપ તરફથી કોરોના મહામારી વડે તમામ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી, જેના લીધે 130 વર્ષ જૂના ઇતિહાસમાં આધુનિક ઓલમ્પિક રમતોને પહેલીવાર સ્થગિત કરવી પડી. કોરિયામા નામના એક કલાકારે વર્ષમાં આખી દુનિયામાં વાયરસના લીધે પીડાને દર્શાવી.
આ વખતે ઓલિમ્પિકમાં લગભગ 11,238 ખેલાડીઓ 33 રમતોમાં 339 ગોલ્ડ માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે.
ટોક્યોના નિવાસી કોરોનાકાળમાં થઈ રહેલા આ ઓલિમ્પિકનો વિરોધ કરી રહ્યાં છે. શુક્રવારે પણ ઓપનિંગ સેરેમની પહેલાં મુખ્ય સ્ટેડિયમની બહાર પ્રદર્શનકારીઓ એકઠાં થયા અને ઓલિમ્પિકના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્ની ઝિલ બાઈડન ઓલિમ્પિક સ્ટેડિયમ પહોંચ્યાં હતા. અમેરિકાના 613 એથેલીટ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે.
આ ઓલિમ્પિકમાં જાતે જ મેડલ પહેરવાનો રહેશે
ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક એથેલીટનું સપનું હોય છે મેડલ જીતવાનું. જીત મેળવ્યા બાદ એથેલીટને પોડિયમમાં મેડલ પહેરવામાં આવે છે. આ પ્રસંગ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની જાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે ટોક્યો ઓલિમ્પિકમાં આવું નહીં થાય. આ વખતે વિજેતા એથેલીટ પોતે જ પોતાના ગળામાં મેડલ પહેરવાનો રહેશે. સાથે જ મેડલ સેરેમની દરમિયાન એથેલીટના હાથ મેળવવા અને ગળે લાગવા પર પણ પ્રતિબંધ છે.
જાપાનના સમ્રાટ નારૂહિતોનું નેશનલ સ્ટેડિયમની અંદર આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાખની સાથે અન્ય ગણમાન્ય વ્યક્તિઓની સાથે સ્વાગત કરવામાં આવ્યું.

રિલેટેડ ન્યૂઝ