પોલીસ પૂછપરછમાં શિલ્પા શેટ્ટી રડી પડી

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઈ,તા.24
પોર્નોગ્રાફી મામલામાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા ના બંગલા પર દરોડા પાડ્યા હતા. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે પોર્નોગ્રાફી મામલામાં શિલ્પા શેટ્ટી કુન્દ્રાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ પૂછપરછ દરમિયાન શિલ્પાની આંખમાંથી આંસુ નિકળી પડ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચના વિશ્વસનીય સૂત્રો પ્રમાણે આ નિવેદન દરમિયાન શિલ્પા શેટ્ટી ત્રણથી ચાર વખત રડવા લાગી. શિલ્પાએ આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને પૂછ્યુ કે શું તમે જણાવો રાજ કુન્દ્રાએ આવુ (પોર્નોગ્રાફી) નું કામ કર્યું છે.
આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને તે પણ જણાવ્યું કે આ મામલાને કારણે તેની ઇમેજનો ધક્કો લાગ્યો છે. તેના હાથમાંથી ઘણી બ્રાન્ડ અને કોન્ટ્રાક્ટ નિકળી ગયા છે.
આ પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે વિઆન ઇન્ડસ્ટ્રીઝમાં શેર હોલ્ડિંગમાં ભાગીદારીને લઈને પણ સવાલ કર્યા. આ માટે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને 2થી 3 વખત આમને-સામને બેસાડી પૂછપરછ કરવામાં આવી હતી.

  1. શું તમને હાટ્શોટ વિશે જાણકારી હતી, તેને કોણ ચલાવે છે? હોટ્શોટના વીડિઓ ક્ધટેન્ટ વિશે તમે શું જાણો છો?
  2. શું તમે હોટશોટના કામકાજમાં સામેલ થઈ છે?
  3. શું ક્યારે પ્રદીપ બક્શી (રાજ કુન્દ્રાના જીજા) સાથે હોટ્શોટને લઈને વાતચીત થઈ છે?
  4. તમે વિયાન કંપનીમાંથી વર્ષ 2020માં કેમ નિકળ્યા, જ્યારે કંપનીમાં ખુબ ભાગીદારી હતી?
  5. શું તમને વનિયાન અને કેમરિન વચ્ચે પૈસાના વ્યવહારની જાણકારી છે?
  6. પોર્ન વીડિયોને લંડન મોકલવા કે અપલોડ કરવામાં ઘણીવાર વિયાનની ઓફિસનો ઉપયોગ કર્યો છે શું તમને તેની જાણકારી છે?
  7. શું તમને રાજ કુન્દ્રાના બધા કામકાજની જાણકારી છે (શું-શું કામ કરે છે તેના બિઝનેસ)

રિલેટેડ ન્યૂઝ