અનામતનો ક્ધસૅપ્ટ જ ખોટો છે: મદ્રાસ HC

(એજન્સી)
ચેન્નાઈ તા. 28
અનામતને લઇને વિવાદો ચાલી રહ્યા છે. એવામાં મદ્રાસ હાઇકોર્ટે કહ્યું છે કે અનામતનો વધી રહેલો ટ્રેંડ જાતિ વ્યવસૃથાને ખતમ કરવાને બદલે વધુ મજબુત બનાવી રહ્યો છે. હાઇકોર્ટ ઓલ ઇંડિયા કોટા કેટેગરીમાં મેડિકલ બેઠકો પર અનામતના મામલાની સુનાવણી કરી રહી હતી. જે દરમિયાન આ નિવેદન જજો દ્વારા આપવામાં આવ્યું હતું.
સુનાવણી દરમિયાન મદ્રાસ હાઇકોર્ટની બેંચે કહ્યું કે જાતિ વ્યવસૃથાને ખતમ કરવાને બદલે વર્તમાન પ્રવૃત્ત્મિઓ તેને વધુ મજબુત બનાવી રહી છે. અનામતને અંતહીન સમય માટે લંબાવવામાં આવી રહી છે જયારે અનામત એક ચોક્કસ સમય માટે જ હતી. અનામત એટલા માટે પણ લાગુ કરવામાં આવી હતી કે જેથી લોકશાહીમાં અસમાનતાને દુર કરી શકાય.
કોઇ દેશની વયને મનુષ્યની ઉમર સાથે ન જોડી શકાય પણ 70 વર્ષમાં આપણે વધુ પરિપકવ થવું જોઇએ. અનામતનો પુરો કોન્સેપ્ટ જ ખોટો છે. આ સાથે જ હાઇકોર્ટે એઆઇકયૂ અંતર્ગત એમબીબીએસ પ્રવેશમાં સવર્ણોને િઆર્થક તેમજ સામાજિક કમજોર વર્ગ માટે 10 ટકા કોટાને અસ્વીકાર કરી દીધો હતો. હાઇકોર્ટે કહ્યું કે આ 10 ટકા અનામતને પગલે કોટાની 50 ટકાની મર્યાદા ખતમ થઇ જશે જે યોગ્ય નથી.
નોંધનીય છે કે 30 જુલાઇ 2021 રોજ ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે ઓબીસી માટે 27 ટકા મેડિકલ સીટો અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઇડબલ્યૂએસ માટે 10 ટકા બેઠકો અનામત રાખવાની જાહેરાત કરી હતી. તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે મેડિકલ બેઠકોમાં 27 ટકા અનામત માન્ય છે પણ ઇડબલ્યુએસ માટે વધારાની જે 10 ટકા અનામત આ બેઠકો માટે અપાઇ છે તે સુપ્રીમ કોર્ટની અનુમતી વગર સ્વિકાર્ય નથી.
કેન્દ્ર સરકારના આ નિર્ણયને ડીએમકે દ્વારા મદ્રાસ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અને સાથે જ ઓબીસી માટે 50 ટકા અનામતની પણ માગણી કરવામાં આવી હતી કેમ કે બધી સીટો સરકારી કોલેજની છે. આ અરજીને ધ્યાનમાં રાખીને મદ્રાસ હાઇકોર્ટે અનામત અંગે આ નિવેદન આપ્યું હતું સાથે કહ્યું હતું કે મેડિકલ બેઠકોમાં 10 ટકા ઇડબલ્યુએસ માટે અનામત રાખવા માટેના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમની અનુમતી ન મળે ત્યાં સુધી અટકાવવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ