ગણેશોત્સવ અને દિવાળી ઘરમાં જ ઉજવવા તાકીદ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું : કોરોનાનો સેક્ધડ વવ હજુ પૂરો થયો નથી

(એજન્સી)
નવીદિલ્હી તા,3
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, લોકોએ દિવાળી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારોની મોટી સંખ્યામાં ભેગા થયા વિના ઘરમાં જ ઉજવણી કરવી જોઇએ. હવે ગણેશ ચતુર્થી અને દિવાળી તહેવારો આવી રહ્યાં છે. આપણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમામ તહેવારો સંયમ અને નિયંત્રણ સાથે ઊજવવા જોઇએ. અમે દરેકને ઘરમાં જ તહેવાર ઊજવવાની અપીલ કરીએ છીએ. કોરોના મહામારીનો સેક્ધડ વેવ હજુ પૂરો થયો નથી તેવી ચેતવણી સાથે કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં એકઠાં થવું ટાળવું જોઇએ પરંતુ જો ભીડમાં સામેલ થવું એટલું જ જરૃરી હોય તો કોરોના રસીના બંને ડોઝ લેવા જરૃરી છે. આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, લોકોને મોટી સંખ્યામાં એકઠાં થવાં દેવાં જોઇએ નહીં. અત્યંત જરૃરી હોય તો એકઠાં થનારા લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા જરૃરી છે. લોકોએ રસી લીધી હોય તો પણ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઇએ. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે તેમ છતાં સેક્ધડ વેવ સમાપ્ત થયો નથી. 31 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના 39 જિલ્લામાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 10 ટકા કરતાં વધુ અને 38 જિલ્લામાં પાંચથી 10 ટકાની વચ્ચે રહ્યો છે. દેશના 42 જિલ્લામાં હજુ દૈનિક 100 નવા કેસ આવી રહ્યાં છે.
કેરળમાં કોરોનાના 1 લાખ કરતાં વધુ એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 300 કેસ સામે આવ્યા હતા.
ઉ.પ્રદેશમાં રહસ્યમય બિમારી ; 100ના મોત
ઉત્તરપ્રદેશમાં રહસ્યમયી બીમારીથી લોકોના હોશ ઉડી રહ્યા છે. આ રોગમાં અચાનક વ્યક્તિનું શરીર ગરમ થવા લાગે છે. તેના પછી શરીરમાં પ્લેટલેટ્સ નિરંતર ઘટવા લાગે છે. સમગ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં આ રોગના કારણે 100થી વધુના મોત થઇ ચુક્યા છે. ફિરોજાબાદમાં 15 દિવસ 58ના મોત થઈ ચુક્યા જ્યારે 240 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે મથુરામાં 10 લોકોના મોત થયા છે જયારે 60 લોકો હોસ્પિટલમાં ભર્તી છે. સહારનપુરમાં 4ના મોત થયા છે, જયારે 60 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જયારે, બાગપતમાં 22 લોકો આ રહસ્યમય રોગના શિકાર બન્યા છે. યુપીના હેલ્થ નિદેશક વેદ્રવત સિંહે જણાવ્યું હતું કે, કેટલાક લોકોના સેમ્પલ ટેસ્ટ કરવા માટે લખનઉની કેજીએમયુ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. તેમા લેક્ટોસ્પેરોરોસિસ રોગ સામે આવ્યો હતો. તેના લાક્ષણો સામાન્ય રીતે ડેન્ગ્યુ જેવા જ હોય છે, જેમાં ઉંદર અને ડુક્કરના પેશાબના કારણે ફેલાય છે. જો કોઈ મનુષ્ય તેના સંપર્કમાં આવે તો તે સંક્રમિત થાય છે.

રિલેટેડ ન્યૂઝ