ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 4 ગુજુ ખેલાડીઓની પસંદગી

4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન: ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં રમાશે ફાઇનલ 14 નવેમ્બરે

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઈ તા. 8
મુંબઈમાં મુખ્ય પસંદગીકાર ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિની બેઠકમાં ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં રમાશે. ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે.
ટી-20 વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં થશે. ફાઈનલ મેચ 14 નવેમ્બરના રોજ રમાશે. ટીમ ઈન્ડીયા 24 ઓક્ટોબરથી તેના અભિયાનની શરુઆત કરશે. કોહલી એન્ડ કંપનીની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે. મહેન્દ્રસિંહ ધોની મેન્ટરની ભૂમિકા ભજવશે.
17 ઓક્ટોબરથી શરુ થનાર ટી-20 વર્લ્ડ કપ ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મેન્ટરની ભૂમિકા ભજવશે. બીસીસીઆઈના ઓનેનરી સેક્રેટરી જય શાહે જણાવ્યું કે આ વર્લ્ડ કપમાં ધોની મેન્ટર (માર્ગદર્શક)ની ભૂમિકામાં રહેશે.
ભારતીય ટીમ 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચ સાથે સુપર12 સ્ટેજની શરૂઆત કરશે.
ટીમ – વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વીસી), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિ.કી.), ઇશાન કિશન (વિ.કી.), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, એક્સર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહંમદ શમી સ્ટેન્ડબાય ખેલાડીઓ – શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર ટીમ નીચે મુજબ છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. ગુજરાતના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું
હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, સ્ટેન્ડબાય ખેલાડીઓ – શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર.
ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં 8 ક્વોલિફાઇંગ ટીમો ભાગ લેશે. આમાંથી ચાર ટીમો સુપર 12 રાઉન્ડમાં પ્રવેશ કરશે. પ્રાથમિક રાઉન્ડમાં 8 ટીમોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ થાય છે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતને અપાયું સુપર 12નું ગ્રૂપ-2 નું સ્થાન
ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે ભારતને સુપર 12નું ગ્રૂપ-2 સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રૂપ-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. દરેક જૂથની બે ટીમો ક્વોલિફાઇંગ રાઉન્ડથી આ બંને જૂથોમાં જોડાશે.

રિલેટેડ ન્યૂઝ