મથુરા-વૃંદાવનમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ

ઉ.પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનો સ-ધાર્મિક નિર્ણય

“આવા ધંધાર્થીઓને “બીજે ખસેડાશે
આ સિવાય મુખ્યમંત્રીએ જન્માષ્ટમીએ એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયનાં કારણે જે લોકોનાં વ્યવસાય પર અસર પડવાની છે તેમને અમે બીજી જગ્યાએ કામ આપીશું પરંતુ આ વિસ્તારથી તેમને હટાવવામાં આવશે. કોઈને પરેશાન કરવામાં આવશે નહીં અને બધાનું વ્યવસ્થિત પુનર્વાસ કરવામાં આવશે.
યુપીમાં તીર્થસ્થળોમાં વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. અયોધ્યા, વારાણસી, મથુરામાં સારામાં સારી સુવિધા ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ખુબ જ ઝડપી ચાલી રહ્યું છે. 2024 સુધીમાં રામ મંદિરનું કામ પૂર્ણ થઈ જાય તે રીતે કામ ચાલુ કરાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા કાશી વિશ્વનાથ કોરિડોરનું પણ ચાલી કામ ઝડપી રીતે ચાલી રહ્યું છે. હાલ યોગીએ આ તમામ સ્થળે આવતા રસ્તાઓને નવા બનાવવાનો આદેશ આપી દીધો છે.

(એજન્સી) લખનૌ તા. 10
ઉત્તર પ્રદેશ સરકારે મથુરા અને વૃંદાવનને લઈને આજે મોટો નિર્ણય કર્યો છે. હવે શ્રીકૃષ્ણ જન્મસ્થળ દસ કિમીનાં વિસ્તારને તીર્થ સ્થળ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં આવનાર 22 નગર નિગમ વોર્ડમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જન્માષ્ટમીએ મથુરામાં વાયદો અકર્યો હતો કે આ સ્થળને તીર્થસ્થળ જાહેર કરવામાં આવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં માંસ અને દારૂનું વેચાણ કરવું જોઈએ નહીં. જન્માષ્ટમીએ યોગી આદિત્યાનાથે જે કહ્યું હતું તે આજે ગણેશ ચતુર્થીનાં દિવસે લાગુ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ નિર્ણયનાં કારણે મથુરાનાં ઘણા બધા સંતો અને કૃષ્ણભક્તોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

રિલેટેડ ન્યૂઝ