અંબાજી મંદિરે ઉજવી શકાશે ભાદરવી પૂનમ

(પ્રતિનિધિ દ્વારા)
અંબાજી,તા.14
વિશ્વ વિખ્યાત ગુજરાત રાજ્યના અંબાજી મંદિર મામલે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. અંબાજી મંદિરમાં દર્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે..અંબાજી મંદિર ભાદરવી પૂનમ સુધી ખુલ્લું રહેશે. તારીખ 15 થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરમાં દર્શન માટેના સમયમાં પણ વધારો કરાયો છે.વહેલી સવારે 6 વાગ્યે મંદિરના કપાટ ખુલશે.
વહેલી સવારે મંદિર ખુલ્યા પછી જે રાત્રીના દોઢ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે..અંબાજી મંદિરમાં વિવિધ સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે..ભાદરવી પૂનમને લઇ અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે..

રિલેટેડ ન્યૂઝ