શિવસેના હવે કરશે (રાજીવ) ગાંધી-વંદના!

(એજન્સી) મુંબઇ તા.15
સત્તાની સાઠમારી કે લાલચ માટે રાજકીય પક્ષો શું શું કરતા હોય છે તેના અનેક ઉદાહરણો વારંવાર બહાર આવતા હોય છે. પોતાની સંપૂર્ણ કારકિર્દી દરમ્યાન કોંગ્રેસ અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની ટીકા કરનારી શિવસેનાએ હવે થાણે ખાતે રાજીવ ગાંધીનું પૂતળું ઊભું કરવાનું ટેન્ડર બહાર પડયું છે. આમ તો આ પ્રસ્તાવ 2013માં થાણે મહાનગરપાલિકામાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ શિવસેનાના ગઢ ગણાતા થાણેમાં આ પ્રસ્તાવ મામલે સતત દુર્લક્ષ કરવામાં આવતું હતું. 2019 ની વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ
(અનુસંધાન પાના નં.8)
સાથે હાથ મિલાવી રાજ્યની સત્તા હાંસલ કરી હતી આથી હવે કોંગ્રેસ સાથેના તેમના સંબંધો સુધારવા માટે શિવસેના ગમે તે કરવા તૈયાર થઈ ગઈ છે. આ પૂતળું થાણેની ચોપાટી માનવામાં આવતા મા માસૂદા તળાવ પાસે અજરામર ચોક ખાતે બનાવવામાં આવશે.
પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે તેવું પૂર્ણ આકૃતિનું પૂતળું ઊભું કરવાનો ખર્ચ કુલ દોઢ કરોડ હોવાનું થાણે પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ