ત્રણ પોઇન્ટ્સ પરથી હટવાનો પીએલએનો ઇન્કાર:ચીન સાથેની વાતચીત નિષ્ફળ

નવીદિૃલ્લી,તા.૧૧
ભારત-ચીનના વરિષ્ઠ સૈન્ય કમાંડરોની મેરેથૉન વાતચીતનુ કોઈ પરિણામ ન નીકળી શક્યુ અને ૧૩માં દૃોરની વાતચીત નિષ્ફળ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ચીનની સેનાએ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર બાકી બચેલા ટકરાવના ત્રણ પોઈન્ટ્સ પરથી પાછળ હટવાનો ઈનકાર કરી દૃીધો. ત્યારબાદૃ બંને દૃેશોની સેનાઓની વાતચીત પરિણામ હીન ખતમ થઈ ગઈ.
રિપોર્ટ મુજબ ચીનની સેનાએ સ્પ્રિંગ્ઝ, દૃેપસાંગ બુલગે અને ચાર્ડિંગ નાલા જંક્શનથી પાછળ હટવાનો ઈનકાર કરી દૃીધો. સરહદૃ પર ચીનની બળજબરી સરહદૃ પર ચીનની બળજબરી બંને સેનાઓ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદૃનોથી એવુ લાગી રહૃાુ છે કે ચીનની સેના પીએલએ ૧૨માં દૃોરની વાતચીત, જે સફળ રહી હતી તેનાથી આગળ જવા માટે તૈયાર નથી. ચીન તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદૃનથી જાણવા મળે છે કે જાણે તે કહી રહૃાુ હોય કે જેટલી સંમતિ થઈ ચૂકી છે, ભારતે તેમાં ખુશ રહેવુ જોઈએ. પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના વેસ્ટર્ન થિયેટર કમાંડના પ્રવકતા સીનિયર કર્નલ લૉન્ગ શાઓહુઆએ એક નિવેદૃનમાં કહૃાુ કે, ’સ્થિતિને ખોટી રીતે સમજવાના બદૃલે ભારતીય પક્ષે ચીન-ભારત સીમા ક્ષેત્રમાં મળેલી ’કઠોર જીત’ની સ્થિતિ પર ખુશ થવુ જોઈએ.’
ભારત તરફથી આપેલા નિવેદૃનમાં કહેવામાં આવ્યુ છે કે એલએસી પર તણાવની સ્થિતિ ચીન દ્વારા યથાસ્થિતિને બદૃલવાની કોશિશો અને દ્વિપક્ષીય સમજૂતીના ઉલ્લંઘનના કારણે બની હતી માટે એ જરૂરી છે કે ચીનની સેના બાકીની જગ્યાઓની જેમ આ ક્ષેત્રોમાં પણ યોગ્ય પગલુ લે, જેથી પશ્ર્ચિમી ક્ષેત્રમાં એલએસી સાથે શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે. ભારત-ચીન સીમા વિવાદૃ ભારતીય નિવેદૃનમાં કહેવામાં આવ્યુ છે કે આ બંને દૃેશોના વિદૃેશ મંત્રીઓ દ્વારા હાલમાં જ થયેલી દૃુશાંબે બેઠકમાં આપેલ સલાહ મુજબ થવુ જોઈએ. જ્યાં તે એ વાત પર સંમત થયા હતા કે બંને પક્ષોના બાકી બચેલા મુદ્દાઓને પણ જલ્દૃી ઉકેલવા જોઈએ. ભારતીય પક્ષે એ વાત પર જોર આપ્યુ કે બાકી ક્ષેત્રોના આવા સમાધાનથી દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સુવિધા થશે.

રિલેટેડ ન્યૂઝ