9મી ઓક્ટોબરથી સોની સબ શોના નવા એપિસોડ્સ હવે આવશે હપ્તામાં 6 દિવસ

ઉત્સાહી જોડી રાખી સાવંત અને કેતન સિંહ શનિવાર, 9મી ઓક્ટોબરે સાંજે 7.30થી રાત્રે 11 સુધી મહાસંગમ સાથે તેનો આરંભ કરશે, ફક્ત સોની સબ પર

સોની સબે ચેનલ તરીકે ખુશી ફેલાવવાની તેની કટિબદ્ધતા વિસ્તારવા માટે મોટી છલાંગ લગાવી હોઈ હવે તેના બધા શોના નવા એપિસોડ સપ્તાહના 6 દિવસ પ્રસારિત કરશે. હા, ચાહકો હવે તેમના બધા ફેવરીટ શો 9મી ઓક્ટોબરથી સોમવારથી શનિવાર સુધી જોઈ શકશે. સોની સબની હળવીફૂલ ક્ધટેન્ટ અને અજોડ પાત્રો દર્શકોનનાં મનને સ્પર્શવાનું ચાલુ રાખશે અને શો હવે સપ્તાહના 6 દિવસ પ્રસારિત થવાનો હોવાથી ખુશીનું તત્ત્વ વધુ ભવ્ય અને બહેતર બનશે.
સપ્તાહના 6 દિવસ કાર્યક્રમ શરૂ કરવા માટે સોની સબે સ્પેશિયલ મહાસંગમ શનિવાર માટે સ્વર્ણિમ અને ઊર્જાત્મક જોડી રાખી સાવંત અને કેતન સિંહને રોક્યાં છે. રાખી અને કેતન 21 રાજ્યોમાં લૂંટ ચલાવનારાં અને નાસતાં ફરતાં બેગમ અને બાદશાહ નામે અત્યંત કુખ્યાત ચોરની ભૂમિકા ભજવતાં જોવા મળવાનાં હોવાથી દર્શકો માટે આ રોમાંચક અનુભવ બની રહેશે. કોઈ તેમનાં સાચાં નામ અને અસલી ચહેરો જાણતાં નથી, કારણ કે તેમમે લોકોને વેશપલટો કરીને ઠગ્યા છે. ફક્ત પોલીસ તેમના અવતાર અને તેમના સિગ્નેચર બેગમ બાદશાહ કાર્ડ પરથી તેમને ઓળખે છે. બંને આ વિશેષ મહાસંગમ પર સોની સબના બધા શોમાં દર્શકોનું મનોરંજન કરતાં જોવા મળશે, શનિવારે 9મી ઓક્ટોબરે સાંજે 7.30થી રાત્રે 11 વાગ્યા સુધી.
સોની સબ પર પહેલી જ વાર આવી રહેલી રાખી સાવંતે જણાવ્યું કે સોની સબે લોકોના જીવનમાં ખુશી લાવવા માટે હંમેશાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે અને આ જોડાણનો હિસ્સો બનવાની મને બેહદ ખુશી છે. સપ્તાહના છ દિવસ તેમના બધા શોનું પ્રસારણ કરવાનો સોની સબનો નિર્ણય ખુશી આપનારો છે, કારણ કે હું માનું છું કે મનોરંજન સામે ક્યારેય પૂર્ણવિરામ નહીં મુકાવું જોઈએ. મહાસંગમ શનિવાર માટે કેતન અને હું ચેનલના શોની વાર્તારેખામાં રોમાંચક વળાંકો લાવીશું અને તે દર્શકોને જકડી રાખશે.

રિલેટેડ ન્યૂઝ