આર્થિક વિકાસમાં ભારતનો ડંકો વાગશે: આઈએમએફ

નવી દિલ્હી તા.13
કોરોનાના અભૂતપૂર્વ ઝટકા બાદ ભારતીય અર્થતંત્ર ઝડપભેર રિકવર થઈ રહ્યું છે અને સમગ્ર વિશ્ર્વમાં આર્થિક ડંકો વગાડે તેમ છે. ચાલુ વર્ષે ભારતનો આર્થિક વિકાસદર 9.5 ટકા રહેવાનું અનુમાન આંતરરાષ્ટ્રીય નાણાવિધિ (આઈએમએફ) એ દર્શાવ્યું છે જે વિશ્ર્વના અન્ય દેશો કરતા સૌથી વધુ છે.ભારતીય અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્ર્વમાં સૌથી વધુ રફતાર દર્શાવવાનો અંદાજ દર્શાવતા આઈએફએફના રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે 9.5 ટકા તથા આવતા વર્ષે 8.5 ટકાનો વિકાસદર રહેવાની શકયતા છે. 2002માં અમેરિકામાં 5.2 ટકા તથા ચીનમાં 5.6 ટકા વિકાસદર રહી શકે છે. મહત્વની વાત એ છે કે ભારત અને સ્પેનને બાદ કરતા બ્રિટનના કોઈપણ દેશનો આર્થિક વિકાસ દર 6 ટકાથી વધે તેમ નથી. આઈએમએફના અધિકારીએ ભારતના રસીકરણ અભિયાનની પ્રશંસા કરતા કહ્યું કે તેનાથી આર્થિક વિકાસમાં પણ મદદ મળશે.

રિલેટેડ ન્યૂઝ