ત્રાલ એનકાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડર શામ સોફી ઠાર

ઓપરેશનમાં સીઆરપીએફની ૧૭૮ બટાલિયન, રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસ જવાન સામેલ રહૃાા હતા

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) શ્રીનગર, તા.૧૩
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એનકાઉન્ટરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદૃના ટોપ કમાન્ડર શામ સોફીને ઢેર કરી દૃેવામાં આવ્યો છે. આઈજીપી કશ્મીર વિજય કુમારે આ વાતની જાણકારી આપી છે. આ પહેલા પોલીસે જણાવ્યું હતું કે અવંતીપોરાના ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં અથડામણ શરૂ થઈ છે. પોલીસ અને સુરક્ષાદૃળોનું ઓપરેશન જારી છે. પાછલા દિૃવસોમાં સુરક્ષાદૃળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. શોપિયાંમાં સોમવારે અને મંગળવારે સુરક્ષાદૃળોએ ઓપરેશનમાં પાંચ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દૃીધા હતા. શોપિયાં જિલ્લાના તુલરાન અને ફેરીપોરા વિસ્તારમાં થયેલા આ ઓપરેશનમાં સીઆરપીએફની ૧૭૮ બટાલિયન, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન સામેલ રહૃાા હતા. શોપિયાંમાં એક અથડામણ તુલરાન વિસ્તારમાં થઈ, જેમાં લશ્કરવાળા ટીઆરએફ સંગઠને ત્રણ આતંકીઓને ઠાર કર્યા. અહીં એક આતંકીની ઓળખ મુખ્તાર શાહ તરીકે થઈ, જે ગાંદૃરબલનો રહેવાસી હતો અને શ્રીનગરમાં વીરેન્દ્ર પાસવાનની હત્યામાં સામેલ હતો. હુમલા બાદૃ આતંકી ભાગીને શોપિયાં આવ્યો હતો. આ સિવાય બીજુ એનકાઉન્ટર શોપિયાંના ફેરીપોરા વિસ્તારમાં થયું, જ્યાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ