દિલ્હીમાં એક્ સપ્તાહ શાળાઓ અને સરકારી ઓફિસો બંધ

ખતરનાક સ્તરે વધેલા હવાના પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેજરીવાલ સરકારનો નિર્ણય

શાળાના બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાશે અને સરકારી કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે

દિલ્હીમાં સોમવારથી પ્રદુષણ લોકડાઉન લાગુ: સંપૂર્ણ લોકડાઉન અંગે વિચારણા

નવી દિલ્હી તા.13
દિલ્હીમાં પોલ્યૂશનના કારણે સંપૂર્ણ લોકડાઉન લગાવાની જરૂરત પડી છે. અરવિંદ કેજરીવાલ સરકારે એક સપ્તાહ માટે દરેક સ્કૂલોને બંધ કરી છે. જયારે દરેક સરકારી કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવ્યું છે જયારે સ્કુલો એક સપ્તાહ બંધ રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.
નેશનલ કેપિટલમાં આંશિક લોકડાઉન જેવા આ નિર્ણય પોલ્યૂશનની સમસ્યા પર યોજવામાં આવેલી ઇમરજન્સી મીટિંગમાં કરવામાં આવ્યો.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયોની જાહેરાત કરી અને ચેતવણી આપી કે અમે સંપૂર્ણ લોકડાઉન પર પણ વિચાર કરી રહૃાા છે. પ્રાઇવેટ ગાડીઓને બંધ કરવાનું પણ વિચારી રહૃાા છીએ. દરેક કંસ્ટ્રકશન એક્ટિવિટી રોકી દેવામાં આવી છે.
દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે.
દિલ્હી -એનસીઆરમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટે પણ પ્રદુષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી હતી.
ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહૃાું હું એવું કહેવા નથી માગતો કે પ્રદૂષણમાં પરાલી સળગાવવાની અસર કેટલી છે અને ફટાકડાં-વાહન, ડસ્ટ અને કંસ્ટ્રકશનનો કેટલો ભાગ છે પરંતુ તમે અમને જણાવો કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ઉપાય કયા હોવા જોઇએ. સીજેઆઇએ કહૃાું. જો શક્ય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવી દો.
સુનાવણી શરૂ થયા પછી દિલ્હી સરકાર તરફથી વકીલ રાહુલ મેહરાએ એફિડેવીટ મોડી જમા કરાવવા માટે માફી માગી હતી. આ વિશે સીજેઆઇએ કહૃાું. કોઇ વાંધો નથી. જયારે કેન્દ્ર સરકાર તરફથી 5જી તુષાર મહેતાએ કહૃાું. અમે પણ ડિટેલ્સમાં એફિડેવિટ દાખલ કરી દીધી છે.
પ્રદુષણની યાદીમાં પાકિસ્તાનનું લાહોર અને ચીનનું યેંદગુ શહેર પણ સામેલ છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાનો અને દિલ્હીમાં વાહન પ્રદૂષણનો મોટો હિસ્સો છે. રાજ્યોની સરકારો વચ્ચે પરાલી સળગાવવા મુદ્દે ખેચતાણ ચાલી રહી છે. પરંતુ કોઇ ઉકેલ મળતો નથી.
દિલ્હીમાં એર કવોલિટી લેવલ (એકયૂઆઇ) આજે 476 છે જે ગંભીર શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) એ શુક્રવારે ચેતવણી આપી હતી. કે આગામી 48 કલાક સુધી હવાની ગુણવત્તા ગંભીર બની રહેશે. રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓએ શાળાઓ બંધ કરવા. ખાનગી કાર પર ઓડ-ઇવન અમલ અને તમામ પ્રકારનાં બાંધકામ બંધ કરવા સહિતનાં કટોકટીનાં પગલાં અમલમાં મૂકવા જોઇએ.
સીપીસીબી અનુસાર, દિલ્હીની હવામાં ફેફસાને નુકશાન પહોંચાડતા પીએમ2.એસ (ખૂબ જ ઝીણા ધૂળના કણો) નો સ્તર મધ્યરાત્રિની આસપાસ 300 ના આંકને પાર થઇ ગયો હતો. સાંજે 4 વાગ્યે એ 381 માઇક્રોગ્રામ પ્રતિ કયૂબિક મીટર હતું હવા સુરક્ષિત રહે એ માટે પીએમ2ુ.5 નો સ્તર 60 માઇક્રોગ્રામ પ્રતિ કયૂબિક મીટર હોવો જોેઇએ. હાલમાં એ સલામત મર્યાદા કરતા લગભગ 6 ગણો વધું છે. પીએમ2.5 એટલું જોખમી છે કે એ ફેફસાનું કેન્સર અને શ્ર્વસનસંબંધી ગંભીર રોગોનું કારણ બની શકે છે.

રિલેટેડ ન્યૂઝ