મણિપુરમાં ઉગ્રવાદીઓના હુમલામાં 7ના મોત

હુમલાની જવાબદારી હજુ કોઈ સંગઠને કબૂલી નથી:પીએલએનો હાથ હોવાની શંકા

ગઢચિરોલીમાં એન્કાઉન્ટરમાં 26 નકસલીઓ ઠાર

મહારાષ્ટ્ર પોલીસના ત્રણ જવાન ઘાયલ

ગઢચિરોલી,તા.13
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં શનિવારે પોલીસ સાથેની અથડામણમાં 26 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી. આ એક્ધાઉન્ટર આજે સવારે ગઢચિરોલીના ગ્યારબત્તી જંગલ વિસ્તારના ધનોરામાં થયું હતું. આ સ્થળ મુંબઈથી લગભગ 920 કિમી દૂર છે.ગ્યાસપટ્ટી જંગલમાં નક્સલવાદીઓની હાજરીની બાતમી મળતાં પોલીસની ટીમ અહીં સર્ચ ઓપરેશન માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં છુપાયેલા નક્સલીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ફાયરિંગમાં એક પછી એક 26 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અધિકારીએ કહૃાું કે એક્ધાઉન્ટર હજુ ચાલુ છે.
નકસલીઓ સાથેની આ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસના ત્રણ જવાન ઘાયલ થયા હતા.

(સં.સ.સેવા)ઇમ્ફાલ, તા.13
આસામ રાઈફલ્સની 46મી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર (સીઓ), તેમના પરિવારના બે સભ્યો અને ચાર અર્ધલશ્કરી દળના જવાનો શનિવારે મણિપુરમાં ઓચિંતા હુમલામાં માર્યા ગયા હતા.
આ હુમલાની આકરી નિંદા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ થયેલા જવાનો અને તેમના પરિવારના સભ્યોને શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યુ ંહતું કે, તેમનું બલિદાન ક્યારેય ભૂલાશે નહીં.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે હુમલાની આકરી નિંદા કરતા કહૃાું કે મણિપુરના ચુરાચંદપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર થયેલો હુમલો કાયરતાપૂર્ણ અને નિંદનીય છે. આ હુમલામાં સામેલ ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનેગારોને જલ્દી જ સજા અપાશે.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે પણ આ હુમલાની સખત નિંદા કરી છે. રાજ્ય દળો અને અર્ધલશ્કરી દળો પહેલેથી જ આતંકવાદીઓને પકડવા માટે કામ કરી રહૃાા છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં. ટૂંક સમયમાં જ તેઓને ઝડપી પાડીને કડક સજા કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હુમલાની નિંદા કરી હતી. એક અહેવાલ મુજબ, આ ઘટના મ્યાનમારની સરહદે આવેલા ચુરાચંદપુર જિલ્લામાં બની હતી. એવું કહેવાય છે કે આતંકવાદીઓએ આસામ રાઈફલ્સના કાફલા પર હુમલો કર્યો અને આઈઈડી વડે આ હુમલો કર્યો. અહેવાલો અનુસાર, આ હુમલામાં 46 આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બિપ્લબ ત્રિપાઠીની પત્ની અને પુત્રનું પણ મોત થયું હતું. કર્નલ ત્રિપાઠી છત્તીસગઢના રાયગઢ જિલ્લાના રહેવાસી હતા.

રિલેટેડ ન્યૂઝ