વિશ્ર્વના સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં દિલ્હી નંબર વન

કોલકત્તા ચોથા અને મુંબઈનો છઠ્ઠા નંબરે સમાવેશ:પાક.નું લાહોર બીજા સ્થાને

નવીદિલ્હી,તા.13
આખી દુનિયા ગ્લોબલ વૉર્મિંગ અને જળવાયુ પરિવર્તનથી પરેશાન છે અને જળવાયુ પરિવર્તન પાછળનુ સૌથી મોટુ કારણ પ્રદૂષણ જ છે. આ દરમિયાન વિશ્ર્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ત્રણ ભારતીય શહેરોના નામ પણ છે.
સ્વિત્ઝરલેન્ડ સ્થિત જળવાયુ સમૂહ આઈક્યુએરની વાયુ ગુણવત્તા અને પ્રદૂષણ શહેર ટ્રેકિંગ સેવા, જે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનુ એક ટેકનોલૉજિકલ ભાગીદાર પણ છે તેના રિપોર્ટમાં વિશ્ર્વના 10 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરોને પણ શામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ શહેરોમાં વાયુ પ્રદૂષણનુ સ્તર ખતરનાક સ્તરથી પણ વધુ સુધી પહોંચી ગયુ છે.સૌથી ખતરનાક વાત એ છે કે વિશ્ર્વના સૌથી વધુ પ્રદૂશિત શહેરોની યાદીમાં ભારતની રાજધાની દિલ્લીને મોખરે રાખવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે દિલ્લીની હવા દરેક ખતરનાક લેવલને પાર કરી ચૂકી છે. દિલ્લીની એર ક્વૉલિટી ઈંડેક્સ 556 નોંધવામાં આવ્યો છે જે વિશ્ર્વમાં સૌથી વધુ છે. વળી, ભારતના બાકી બે શહેરોની વાત કરીએ તો પહેલા નંબરે રાજધાની દિલ્લી બાદ ચોથા નંબરે એક સમયે ભારતની આર્થિક રાજધાની રહેલી કોલકત્તાનુ નામ છે. જેની એર ક્વૉલિટી ઈંડેક્સ 177 છે. જ્યારે આ યાદીમાં મુંબઈ છઠ્ઠા નંબરે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે સૌથી વધુ ખરાબ એર ક્વૉલિટી ઈંડેક્સમાં દિલ્લી પછી પાકિસ્તાનનુ લાહોર શહેર અને ચીનનુ ચેંગદૂ શહેર શામેલ છે.એર ક્વૉલિટી ઈંડેક્સ મુજબ દિલ્લી પહેલા નંબરે-556, પછી લાહોર – 354, સોફિયા(બુલ્ગેરિયા 178), કોલકત્તા(177), જગરેબ(ક્રોએશિયા 173), મુંબઈ – 169, બેલગ્રેડ, સર્બિયા – 165, ચેંગદૂ – ચીન 465, સ્કોપ્જે, ઉત્તર મેસેડોનિયા(એક્યુઆઈ – 164 અને દસમાં નંબરે ક્રાકો, પોલેન્ડ(એક્યુઆઈ – 160) શહેર શામેલ છે. ખાસ વાત એ છે કે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રૉપિકલ મેટ્રોલૉજીની ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જે દિલ્લીની એર ક્વૉલિટી માટે પૂર્વાનુમાન વ્યક્ત કરે છે અને પ્રદૂષણના કારણો અને ઘટકોની ઓળખ કરે છે, તેણે કહૃાુ કે શુક્રવારે દિલ્લીમાં વધતા પ્રદૂષણ માટે પડોશી શહેર જેવા જે જઝ્ઝર, ગુરુગ્રામ, બાગપત, ગાઝિયાબાદ અને સોનીપત પણ જવાબદાર છે અને આ જગ્યાઓથી પણ રાજધાની દિલ્લીમાં પ્રદૂષણ પહોંચ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ