રશિયાએ એસ-400 મિસાઇલ સિસ્ટમની શરૂ કરી ડિલીવરી

ભારતની સરહદની સુરક્ષામાં વધારો થશે

(સંસસેવા)નવી દિલ્હી, તા.14
ભારતને જલદી રશિયાથી એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મળવા જઈ રહી છે. રશિયાએ આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ભારત પહોંચાડવાનું શરૂ કરી દીધુ છે. આ એર ડિફેન્સ સિસ્ટમની ક્ષમતાનો અંદાજ તમે તેનાથી લગાવી શકો છે કે તે હજારો કિમી દૂરથી દુશ્મનની મિસાઇલને ક્ષણભરમાં હવામાં ધ્વસ્ત કરી શકે છે. હાલ આ મિસાઇલ સિસ્ટમના પાર્ટ ભારતમાં આવવાનું શરૂ થઈ ગયું છે.
ફેડરલ સર્વિસ ફોર મિલિટ્રી ટેક્નિકલ કોઓપરેશન (હ્લજીસ્ઝ્ર) ના ડાયરેક્ટર દિમિત્રી શુગેવે દુબઈ એર શોમાં કહૃાું કે, રશિયાએ ભારતને એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની આપૂર્તિ શરૂ કરી દીધી છે. હ્લજીસ્ઝ્ર રશિયન સરકારની મુખ્ય સંરક્ષણ નિકાસ નિયંત્રણ સંસ્થા છે. તો ઈન્ડિયન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ કહૃાું કે, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના પાર્ટ ભારતમાં પહોંચવા લાગ્યા છે અને તેને પહેલા પશ્ર્ચિમ સરહદની નજીક કોઈ એક સ્થાન પર તૈનાત કરવામાં આવશે. સૂત્રોએ કહૃાું કે આ તે વિસ્તાર હશે જ્યાંથી પાકિસ્તાનની સાથે લાગતી પશ્ર્ચિમી અને ઉત્તરી સરહદોના બંને ભારતના ખતરાનો સામનો કરી શકાય છે.
ભારતીય રક્ષા ઉદ્યોગના સૂત્રોએ કહૃાું કે, હવાઈ સંરક્ષણ સિસ્ટમના ભાગ ભારત પહોંચવા લાગ્યા છે અને તેને પહેલા પશ્ર્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવશે. જ્યાંથી પશ્ર્ચિમી અને ઉત્તરી સરહદોના બંને ભાગ પર પાકિસ્તાન અને ચીનના ખતરાનો સામનો કરી શકાય. આ એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારત અને રશિયા વચ્ચે લગભગ 35000 કરોડ રૂપિયાનો સોદો થયો છે. સોદા હેઠળ 400 કિમીની હવાઈ રેન્જનો સામનો કરવા માટે ભારતને પાંચ સ્ક્વાડ્રોન મળશે. આ વર્ષના અંત સુધી પ્રથમ સ્કાવડ્રોનની ડિલીવરી પૂરી થવાની આશા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઉપકરણોને દરિયાઈ અને હવાઈ માર્ગે ભારત લાવવામાં આવી રહૃાા છે. દેશમાં પ્રથમ સ્ક્વોડ્રનની તૈનાતી પછી, ૈંછહ્લ તેની તૈનાતી માટે પૂર્વીય સરહદો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશે અને દેશની અંદર તેના કર્મચારીઓની તાલીમ માટે સંસાધનો પ્રદાન કરશે. ભારતીય વાયુસેનાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ જી-400 ચલાવવા માટે રશિયામાં તાલીમ પણ લીધી છે.
જી-400 મિસાઇલ સિસ્ટમ ચાર અલગ-અલગ મિસાઇલોથી સજ્જ છે જે અનુક્રમે 400 કિમી, 250 કિમી, 120 કિમી અને 40 કિમીના અંતરેથી દુશ્મન એરક્રાટ, બેલિસ્ટિક મિસાઇલ અને છઉછઝ્રજી એરક્રાટને નષ્ટ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ ડીલ પર રશિયા સાથે સોદાબાજી કરતી વખતે ભારત લગભગ એક અબજ ડોલર ઘટાડવામાં સફળ રહૃાું.

રિલેટેડ ન્યૂઝ