સ્કૂલબેન્ડ સ્પર્ધામાં રાજ્યમાં દ્વિતીય ક્રમ મેળવ્યો
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ડંકો વગાડ્યો છે. સુરત ખાતે તાજેતરમાં રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્કૂલબેન્ડ પ્રતિયોગિતામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
જેમાં કાનાણી ભક્તિ, ધકાણ અંશી, ડામોર અનીશા, ગોરણીયા દર્શના, મકવાણા સંધ્યા, ડામોર એન્જેલ, સૈયદ ઝૈનબ, મકવાણા કૃતિકા, નકુમ નીર, ચોપડા યશ, ચેતરિયા હેતાર્થ, નકુમ અંશ, હિંડોચા વંશ, રાણીંગા વિઆન, શર્મા મોહિત, સિદ્ધપુરા આયુષ, જાડેજા શિવરાજ, નકુમ કૃણાલ, જોશી હર્ષિવ, અગ્રાવત ધ્રુવ, જોશી નક્ષ, વાઢેર યુગ, કરમુર ગૌરવ, ડામોર અતુલને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ફાધર બેન્ની જોસેફ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.