રાજય કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું
જસદણ તાલુકાની પારેવાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની માહીબેન ગઢવી રાજ્યકક્ષાએ દુહા છંદ ચોપાઈ સ્પર્ધામાંમાં બીજા ક્રમે વિજેતા થઈ છે.
તાજેતરમાં સુરત મુકામે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત દ્વારા આયોજિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં રાજ્યકક્ષા કલા મહાકુંભ 2025 નું આયોજન થયું હતું.જેમાં જસદણ તાલુકાના શ્રી પારેવાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની માહીબેન દિલીપભાઈ સોયા (ગઢવી) એ દુહા છંદ ચોપાઈ સ્પર્ધા (6 થી 14 વર્ષ) વય જૂથમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ફક્ત સાત વર્ષની નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવવા બદલ સમગ્ર તાલુકાનું તથા પારેવાળા ગામ અને ચારણ (ગઢવી) સમાજનું નામ રોશન કરેલ છે. આ સિદ્ધિ બદલ તેઓને શાળા પરિવાર, ગ્રામજનો સહિતનાએ હૃદયથી શુભકામનાઓ પાઠવવી હતી. માહીબેન ગઢવીએ પારેવાળા ચારણ (ગઢવી) સમાજનું ગૌરવ વધાર્યું છે.