Jai Hind

વેલનેસ જીનોમિક્સનો ઉદય: 2026નું વર્ષ તંદુરસ્ત બનાવવા માટે ભારતની નવી યોજના

ડો. સંદીપ શાહ, ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર

વર્ષોથી, આપણને શું ખાવું, કેટલી કસરત કરવી અને તંદુરસ્તી જાળવવા માટેકઈ પદ્ધતિ અનુસરવી તે વિશે વારંવારસૂચનો આપવામાં આવે છે. પરંતુ જો તમારું શરીર આ બધાં સૂચનોથી તદ્દન વિપરીત જ વાત કહેવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો શું કરશો? ભારત હવે 2026માં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે,’તમામ માટે એક સમાન’ આરોગ્ય સલાહથી આગળ વધીને દેશ હવે ડીએનએ આધારિત આરોગ્ય સંભાળ તરફ એક મૂક ઉત્ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે.
વેલનેસ જીનોમિક્સ એ વિજ્ઞાન અને વ્યક્તિગત આરોગ્ય સંભાળનું સંયોજન છે જે આપણને આપણાં જિનેટિક સંકેતોને ઉકેલીને ખોરાક, તણાવ, કસરત અને બીમારીઓ પ્રત્યે શરીરના પ્રતિભાવને સમજવાની ક્ષમતા પૂરી પાડે છે.
કલ્પના કરો કે તમે 2026ના વર્ષમાં કોઈ ટ્રેન્ડ્સ, ઇન્ફ્લુએન્સર્સ કે અંદાજોથી દોરાઈને નહીં, પણ તમારા પોતાના ઉગઅ દ્વારા તૈયાર કરાયેલા વેલનેસ પ્લાન સાથે પ્રવેશ કરો છો. સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં પરિવારની તંદુરસ્તીને લગતાં નિર્ણયો મહિલાઓ લેતી હોય છે, આવા સંજોગોમાં તેમની પાસે આ વ્યક્તિગત અને નિવારક જીવનશૈલી તરફ પરિવર્તનનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે.