તા 2 એપ્રિલના વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની પૂર્વસંધ્યાએ પત્રકારોને સંબોધતા ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના પ્રો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે અને 20 ટકા બાળકોમાં મેટાબોલિક અને જીનેટિક કારણોસર તેમના માટે ડાયટની સાથે દવાઓ પણ જરૂરી બને છે. આવા જીનેટિક ઓટિઝમની સારવાર માટે હોમિયોપથી ઘણી કારગત પુરવાર થઇ છે. હોમિયોપથીની દવાઓ દ્વારા જીનેટિક અસરોને ઘણે અંશે નાબૂદ કરી શકાય છે અથવા તો નિયંત્રણમાં લઇ શકાય છે.
ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, સોડિયમ ચેનલ, પોટેશિયમ ચેનલ, એકવા ચેનલ એપિલેપ્ટિક, એન્સેફેલો, ઇન્ટેલેક્ટને અસર કરનાર જનીનની અસરો હોમિયોપથીની દવાઓથી 90 ટકા સુધી નાબુદ કરી શકાય છે. ફક્ત 10 ટકા જનીનમાં સુધારો થઇ શક્તો નથી એમ આ નિષ્ણાતોના સંશોધનમાં જણાયું છે.
ડો. કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓટિઝમની સારવાર માટે આપણે નવી માર્ગદર્શિકાઓને ઘડીને અમલમાં મુકવાનો યોગ્ય સમય પાકી ગયો છે. પશ્ચિમનાં દેશોની ઓટિઝમ સારવાર અંગેની માર્ગદર્શિકાઓથી નિશ્ચિત સમયમાં સારવારની અસર જણાતી નથી. ભારતમાં ઓટિઝમની સારવાર માટે તાલિમબધ્ધ ડોકટરોની અછત વર્તાય છે. આથી આપણે પશ્ચિમનાં દેશોની માર્ગદર્શિકાઓને ભુલીને આપણી પોતાની માર્ગદર્શિકા ઘડીએ તે જરૂરી છે. ભારતનાં ડોકટરો ઓટિઝમની સારવારમાં પશ્ચિમી દેશોની સરખામણીમાં ઘણાં આગળ છે. આથી આપણે ત્યાં ઓટિઝમની સારવારમાં ડાયટ, કસરત અને વ્યક્તિગત સારવાર પ્લાન સાથેનો નવો પ્રોટોકોલ અમલી બને તે જરૂરી છે.