અમેરિકા, યુરોપ, આફ્રિકા, પૂર્વ પેસિફીક મહાસાગરમાં ચંદ્રગ્રહણ જોવા મળશે
આગામી તા. 28 ઓગસ્ટ, 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમાના શુક્રવારના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થનાર છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ યુરોપ, અમેરિકા, આફ્રિકા તેમજ પૂર્વ પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં જોવા મળશે. જોકે, આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય અનુસાર ગ્રહણનો સમય સવારે 06:54 કલાકથી બપોરે 12:32 કલાક સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન ભારતમાં દિવસનો સમય હોવાથી ગ્રહણનું દૃશ્ર્ય જોવા મળશે નહીં. ચંદ્રગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી એક સીધી રેખામાં ગોઠવાય છે. જેના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી દ્વારા અવરોધાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ખગોળીય ઘટનાને કારણે ચંદ્રનો ભાગ અંધકારમય અથવા કાળો દેખાય છે.
