Jai Hind

સોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે મંદિર પરિસરમાં મહાદેવની પાલખી યાત્રા

મહાદેવ નગરચર્યાએ નિકળશે : ભાવિકો ઉમટી પડશે

સોમનાથ મંદિર શ્રાવણ ના અંતિમ ચોથા સોમવારે લોકો નો ધસારો રવિવાર ના સવાર થી શરૂ થયેલ છે લોકો પોતાના વાહનો દ્વારા તેમજ રેલ્વે અને એસ ટી મારફત તેમજ દુર દુર થી પગપાળા ચાલીને પણ મોટી સંખ્યામાં લોકો પધારી રહ્યા છે દુર થી ચાલીને આવતા યાત્રિકો માટે રસ્તા ઉપર સેવાભાવી લોકો દ્વારા ઠેક ઠેકાણે ચા પાણી અને ફરાળ ની વ્યવસ્થા કરવામાં આવે છે
સોમવાર ના સોમનાથ મહાદેવ નુ મંદિર વહેલી સવારે 4 કલાકે ખુલશે મંદિર ખુલતા ની સાથે દર્શન માટે લાંબી કતારો લાગશે અને સોમનાથ મહાદેવ ના જય ધોસ સાથે મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે વહેલી સવાર થી મંદિર મા વિવિધ કાર્યક્રમો શરૂ થશે જેમાં બિલ્વ પુજા, આરતી,પાલખી યાત્રા કાઢવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે બપોર બાદ દિપમાળા અને સાંજ ના વૈષ્ણવ દર્શન શ્રૃંગાર કરવામાં આવશે સાંજ ના આરતી સહિત કાર્યક્રમો યોજાશે મંદિર પરિસરમાં પાંચ જગ્યા એ સેવાભાવી લોકો દ્વારા ફળાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેને દુર થી આવતાં લોકો ને મંદિર પરિસરમાં ફરાળ મળી શકે
મોટી સંખ્યામાં લોકો ને ધ્યાને લઇ અને પોલીસ અધિક્ષક જયદીપસિહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં એસ આર પી,હોમ ગાર્ડ,જી આર ડી અને સોમનાથ મંદિર ની સેકયુરી ખડે પગે રહશે સાથે સફાઈ ની પુરતી કાળજી લેવામાં આવશે
સોમનાથ મા સાતમ આઠમ ના તહેવારો અને શનિ રવિ ની રજાઓ હોવાથી સોમનાથ મોટા પ્રમાણમાં યાત્રિકો નો ધસારો છે અને સોમવારે પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને અંતિમ ચોથા સોમવાર સાથે શ્રાવણ ના ચાર સોમનાથ પુર્ણ થશે.