આવનારી શારદીય નવરાત્રીમાં જો તમે માતાજીના વિવિધ શક્તિપીઠોના દર્શન કરી આશીર્વાદ મેળવવા માંગતા હો, તો ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક ખૂબ જ સરસ અને આરામદાયક એર ટૂર પેકેજ લઈને આવ્યું છે.
IRCTC દ્વારા “નવરાત્રી સ્પેશિયલ શક્તિપીઠ ટૂર” ની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈથી શરૂ થતી આ ફ્લાઇટ યાત્રા ઉત્તર ભારતના સુંદર પહાડી વિસ્તારોમાં આવેલા માતાજીના ૬ પ્રખ્યાત ધામોના દર્શન કરાવશે.
ટૂર પેકેજની મુખ્ય વિગતો:
પ્રવાસનો સમયગાળો: ૬ રાત અને ૭ દિવસ
યાત્રાની તારીખ: ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬
મુખ્ય સ્થળો: ચંદીગઢ, ચિંતપૂર્ણી, કાંગડા, ધર્મશાલા અને કટરા (વૈષ્ણો દેવી)
મુસાફરીનું માધ્યમ: ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ (મુંબઇથી દિલ્હી અને જમ્મુથી મુંબઈ પરત)
કયા કયા શક્તિપીઠોના દર્શન થશે?
આ આધ્યાત્મિક પ્રવાસ દરમિયાન ભક્તોને માતા મનસા દેવી, શ્રી નૈના દેવી, માતા જ્વાલા જી, કાંગડા દેવી (બ્રજેશ્વરી), ચામુંડા દેવી અને માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનો લહાવો મળશે.
દિવસવાર પ્રવાસનો માસ્ટર પ્લાન:
દિવસ ૧: મુંબઈથી દિલ્હીની ફ્લાઇટ. દિલ્હીથી બસ/ટેક્સી દ્વારા ચંદીગઢ પ્રયાણ. રસ્તામાં માતા મનસા દેવીના દર્શન અને ચંદીગઢમાં નાઇટ સ્ટે.
દિવસ ૨: સવારે શ્રી નૈના દેવી (બિલાસપુર) અને ત્યારબાદ ચિંતપૂર્ણી માતાના દર્શન. રાત્રિ રોકાણ કાંગડા અથવા ચિંતપૂર્ણીમાં.
દિવસ ૩: કાંગડામાં જ્વાલા દેવી અને બ્રજેશ્વરી માતાના દર્શન કરીને ધર્મશાળા જવાનું રહેશે. ધર્મશાળામાં નાઇટ સ્ટે.
દિવસ ૪: ચામુંડા દેવીના દર્શન. ઉપરાંત દલાઈ લામા મઠ, ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ અને ભગસુ નાગ મંદિરની મુલાકાત.
દિવસ ૫, ૬ અને ૭: ધર્મશાળાથી કટરા આગમન અને માતા વૈષ્ણો દેવીના દર્શન. દર્શન પૂર્ણ થયા બાદ છેલ્લા દિવસે જમ્મુ એરપોર્ટથી મુંબઈ માટે પરત ફ્લાઇટ.
પેકેજનું ભાડું (પ્રતિ વ્યક્તિ):
કેટેગરી કિંમત (પ્રતિ વ્યક્તિ)
ટ્રિપલ ઓક્યુપન્સી (ત્રણ વ્યક્તિ): ₹ 53,000
ડબલ ઓક્યુપન્સી (બે વ્યક્તિ): ₹ 55,000
સિંગલ ઓક્યુપન્સી (એક વ્યક્તિ): ₹ 67,600
બાળકો (5 થી 11 વર્ષ – બેડ સાથે): ₹ 46,500
બાળકો (5 થી 11 વર્ષ – બેડ વગર): ₹ 44,200
નાના બાળકો (2 થી 5 વર્ષ – બેડ વગર): ₹ 37,400
(નોંધ: ૦ થી ૨ વર્ષના નાના બાળકોનું ભાડું બુકિંગ સમયે IRCTCની ઓફિસે રોકડમાં ચૂકવવાનું રહેશે.)
ચેક-ઇન અને કેન્સલેશન નિયમો:
ફ્લાઇટના પ્રસ્થાનથી 48 કલાક પહેલાં વેબ ચેક-ઇન કરવું ફરજિયાત છે.
જો મુસાફરીના 21 દિવસ પહેલાં ટિકિટ કેન્સલ કરાવશો તો 30% રિફંડ મળશે. પરંતુ 7 દિવસ કે તેથી ઓછા સમયમાં કેન્સલ કરાવવા પર કોઈ જ રિફંડ મળશે નહીં.