વેઇટલિફટીંગમાં લવપ્રીત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો

બર્મિંગહામ તા.3
કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસે મેડલની રેસમાં સૌથી ભારત તરફથી સૌથી પહેલા વેઈટલિફ્ટર લવપ્રીત સિંહ આવ્યા હતા. લવપ્રીત સિંહે આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. લવપ્રીતે તમામ સફળ પ્રયત્ન સાથે એક નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો છે. કોમનવેલ્થ સ્પર્ધામાં ભારતનો આ 14મો મેડલ છે અને ચોથો બ્રોન્ઝ મેડલ છે. લવપ્રીત સિંહે 109 કિગ્રાની કેટેગરીમાં હિસ્સો લીધો હતો અને સ્નેચ રાઉન્ડમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન સાથે ત્રણેય પ્રયત્નોમાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં પણ લવપ્રીતના ત્રણેય પ્રયત્ન સફળ રહ્યા હતા.
આ રીતે લવપ્રીતે કુલ 355 કિગ્રા (163 + 192) વજન ઉંચક્યું છે જે એક નેશનલ રેકોર્ડ છે અને તેણે પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે.
લવપ્રીતે જ્યારે ક્લીન એન્ડ જર્કનો અંતિમ રાઉન્ડ પૂરો કર્યો ત્યારે તે ટોપ પર હતો પરંતુ બાદમાં અન્ય પ્લેયર્સે તેને પછાડ આપી હતી. એક સમયે ટોપ પર ચાલી રહેલો લવપ્રીત સ્પર્ધાના અંતમાં ત્રીજા નંબરે આવી ગયો અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મુકાબલામાં કૈમરૂનના ખેલાડીએ 361 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો છે જ્યારે સૈમુઆના ખેલાડીએ 358 કિગ્રા વજન સાથે સિલ્વર મેળવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ