IND-AUS પહેલી વન-ડે:ઓસ્ટ્રેલિયાઓ 188 રનમાં જ ખખડી ગયા, ટીમ ઈન્ડિયાના બોલર્સનો તરખાટ; શમી-સિરાજે 3 વિકેટ ઝડપી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પંડ્યાનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડેમાં 189 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા 35.4 ઓવરમાં માત્ર 188 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાના બોલર્સે તરખાટ મચાવ્યો હતો. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. તો હાર્દિક અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મિચેલ માર્શે 81 રન બનાવ્યા હતા. આ પછી ટીમનો સેકન્ડ હાઇએસ્ટ રનસ્કોરર જોશ ઇંગ્લિસે 26 રન કર્યા હતા. કાંગારૂઓની ટીમના કુલ 6 બેટર્સ ડબલ ફિગર્સ સુધી પણ પહોંચ્યા નહોતા.

ટીમ ઈન્ડિયા પાંચ મેઇન બોલર્સ સાથે ઉતરી
ટીમ ઈન્ડિયાએ બે સ્પિનર્સને પ્લેઇંગ-11માં જગ્યા આપી છે. જેમાં રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ છે. તો ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ શમી અને મોહમ્મગદ સિરાજની સ્થા હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુર છે. ટીમ ઈન્ડિયા પાંચ મેઇન બોલર્સ સાથે ઉતરી છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રાવિસ હેડ, મિચેલ માર્શ, માર્નસ લાબુશેન, જોસ ઇંગ્લિસ (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સીન અબ્બોટ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા.

રોહિત પહેલી મેચમાંથી બહાર, હાર્દિક કેપ્ટનશિપ કરી રહ્યો છે
આજની મેચમાં હાર્દિક પંડ્યા રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. રોહિત સિરીઝની બાકીની બે મેચમાં ટીમનો કેપ્ટન હશે. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ પહેલાં જ કહ્યું હતું કે રોહિતે પારિવારિક કારણોસર સિરીઝની પ્રથમ વનડેમાંથી આરામ લીધો છે.

રિલેટેડ ન્યૂઝ