ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૮૮ રનમાં ઓલઆઉટ: ટીમ ઈન્ડિયાના ૫ વિકેટે ૧૯૧ રન
મુંબઈ, તા. ૧૭
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાયેલી ત્રણ પૈકીની પ્રથમ ડે-નાઈટ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૫.૪ ઓવરમાં ૧૮૮ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ભારતે ૫ વિકેટે ૧૯૧ રન બનાવી ૫ વિકેટથી પ્રથમ વનડે જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાના ઓપનર હેડ અને મીસેલ માર્શ મેદૃાનમાં ઉતર્યા હતા જો કે ટીમના ૫ રનના જુમલે હેડ મોહંમદૃ સીરાજની બોલીંગમાં બોલ્ડ થયો હતો તેના સ્થાને કપ્તાન સ્ટીવન સ્મીથ મેદૃાનમાં આવ્યો હતો.
ટીમના ૭૭ રનના જુમલે સ્મિથ પણ હાર્દિૃક પંડ્યાનીબોલીંગમાં ૨૨ રન બનાવી રાહુલના હાથમાં ઝડપાઈ ગયો હતો એક તરફ માર્શ ઝમકદૃાર બેટીંગ કરતો હતો જ્યારે સામા છેડે સમયાંતરે વિકેટો પડતી હતી.
ધુઆધાર બેટીંગ કરી માર્શ ૬૫ બોલમાં ૫ સીક્સર અને ૧૦ ચોક્કાની મદૃદૃથી ૮૧ રન બનાવી રવિન્દ્ર જાડેજાની બોલીંગમાં મોહંમદૃ સીરાજના હાથમાં ઝીલાઈ ગયો હતો.
ટીમના૧૩૯ રન ના જુમલે લાબુશેન કુલદૃીપની બોલીંગમાં ૧૫ રન બનાવી જાડેજાના હાથમાં ઝડપાયો હતો. જોશ ઈંગ્લીશ પણ ઝડપી ૨૬ રન બનાવી મોહંમદૃ શામીનીબોલીંગમાં બોલ્ડ થયો હતો. ગ્રીન પણ ૧૨ રન બનાવી મોહંમદૃ શામીની બોલીંગમાં બોલ્ડ થયો હતો. સ્ટોપનીશ ફક્ત ૫ રન બનાવી મોહંમદૃ શામીની બોલીંગમાં ગીલના હાથમાં ઝડપાયો હતો.
મેક્સવેલ ટીમના ૧૮૪ રનના જુમલે જાડેજાની બોલીંગમાં પંડ્યાના હાથમાં ૮ રન બનાવી ઝડપાયો હતો. એબોટ ટીમના ૧૮૮ રનના જુમલે મોહંમદૃ સીરાઝની બોલીંગમાં શૂન્ય રને ગીલના હાથમાં સપડાયો હતો.
ઝમ્પા પણ શૂન્ય રને મોહંમદૃ શીરાઝની બોલીંગમાં રાહુલના હાથમાં ઝડપાયો હતો. સાટાર્ક ૪ રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતે વધારના ૧૦ રન આપ્યા હતા. આમ ઓસ્ટ્રેલીયાની આખી ટીમ ૧૮૮ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
મોહંમદૃ શીરાઝ, મોહંમદૃ શામીએ ૩-૩ વિકેટ લીધી હતી, રવિન્દ્ર જાડેજાએ ૨ અને હાર્દિૃક પંડ્યા, કુલદૃીપ યાદૃવે ૧-૧ વિકેટ લીધી હતી.
૧૮૮ રનનો જુમલો પાર કરવા ભારત તરફથી મેદૃાનમાં ઈશાન કીશન અને શુભમન ગીલ ઉતર્યા હતા.
પરંતુ ઈશાન કિશન ૩ રન બનાવી સ્ટોપનીશની બોલીંગમાં લેગબીફોર થયો હતો. વિરાટ કોહલી પણ ફક્ત ૪ રન બનાવી સ્ટાર્કની બોલીંગમાં લેગબીફોર થયો હતો. તુરત જ સૂર્યકુમાર યાદૃવ પણ શૂન્ય રને સ્ટાર્કની બોલીંગમાં લેગબીફોર થયો હતો. ત્યારે ટીમના ૧૬ રન થયા હતા.
શુભમન ગીલ પણ ૨૦ રન બનાવી સ્ટાર્કની બોલીંગમાં લાબુશેનના હાથમાં ઝડપાયો હતો. કપ્તાન હાર્દિૃક પંડ્યા પણ ટીમના ૮૩ રનના જુમલે સ્ટોપનીશની બોલીંગમાં ૨૫ રન બનાવી ગ્રીનના હાથમાં ઝડપાયો હતો.
ત્યાર બાદૃ કેએલ રાહુલ, અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી લીધી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો.
કેએલ રાહુલે સીક્સર અને ૭ ચોક્કાની મદૃદૃથી અણનમ ૭૫ રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ૫ ચોક્કાની મદૃદૃથી અણનમ ૪૫ રન બનાવ્યા હતા. ભારતે ૩૯.૫ ઓવરમાં ૫ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ વધારાના ૧૯ રન આપ્યા હતા. સ્ટાર્કે ૩ અને સ્ટોપનીશે ૨ વિકેટ ઝડપી હતી.