લખનઉ ટીમની કારમી હાર : 101 રનમાં જ ઘરભેગી
લખનઉ તા. 24
આજે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર ઝાટન્ટસ વચ્ચે રમાઈ હતી જેમાં લખનઉનો કારમો પરાજય થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે લખનઉને 81 રનથી હરાવ્યું હતું. આ સાથે મુંબઈની ટીમે ક્વોલિફાઈ-2માં સ્થાન મેળવી લીધું છે. મુંબઈએ તેના દાવમાં 182 રન કર્યા હતા. આ જોઈને એમ દર્શકોને લાગતું હતું કે, આજે મેચ લખનઉ ઝાયન્ટ્સ જીતી જશે પરંતુ મુંબઈના બોલરો સામે લખનઉ ટીમના ખેલાડીઓ પીચ ઉપર ટકી શક્યા ન હતા અને ધડાધડ ફક્ત 16.3 ઓવરમાં જ 101 રન કરીને ટીમ પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. અને આ સાથ લખનઉ ટીમ સેમીફાઈનલમાંથી બહાર નિકળી ગઈ હતી.
મુંબઈએ ટોસ જીતીને દાવ લેવાનું નક્કી કર્યુ હતું અને 20 ઓવરના ભોગે 182 રન કર્યા હતા. જેમાં કેમરોન ગ્રીને 23 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 41 રન કર્યા હતા તો સુર્યકુમાર યાદવે 20 દડામાં 2 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 33 રન, તિલક વર્માએ 22 દડામાં 2 છગ્ગા સાથે 26 રન, નેહલ વાઢેરાએ 12 દડામાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 23 રન બનાવ્યા હતા. તો ટીમ ડેવીડે 13 રન, ઈશાન કિશને 15 રન, રોહિત શર્માએ 11 રન બનાવ્યા હતા.
લખનઉની ટીમ 183 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરી હતી જેમાં સૌથી વધુ માર્કસ સ્ટોયનીસે 27 દડામાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 40 રન માર્યા હતા તો કાઈલ મેયર્સે 13 દડામાં 2 ચોગ્ગા સાતે 18 રન, દિપક હુડાએ 13 દડામાં 15 રન બનાવ્યા હતા તો અન્ય ખેલાડીઓ સાવ સસ્તામાં આઉટ થયા હતા અને કારમી હાર થઈ હતી.