ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર હોગે ધોની સહિત અમ્પાયરો પર ઉઠાવ્યા સવાલ

ધોની અમ્પાયરો સાથે વાત કરી રહૃાો હતો ત્યારે અમ્પાયરો તેની સાથે મજાક કરી રહૃાા હતા

ચેન્નાઈ,તા.૨૪
ચેન્નાઈ સુપર િંકગ્સે આઈપીએલ ૨૦૨૩ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ધોની એન્ડ કંપનીએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. જો કે આ મેચમાં એક એવો વિવાદૃ થયો હતો જેને લઈ ધોની પર સવાલો ઉઠાવવામાં આવી રહૃાા છે. માત્ર ધોની જ નહીં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરે અમ્પાયરો પર પણ સવાલો ઉઠાવ્યા છે.
બ્રેડ હોગે ટ્વિટ કરીને ધોની અને અમ્પાયરો પર સવાલ ઉઠાવ્યા હતા. તેનું માનવું છે કે જ્યારે ધોની ૪ મિનિટ સુધી અમ્પાયરો સાથે વાત કરી રહૃાો હતો, તે દૃરમિયાન અમ્પાયરો તેની સાથે મજાક કરી રહૃાા હતા. જ્યારે તેઓએ પરિસ્થિતિને સંભાળવી જોઈતી હતી. આ યોગ્ય નથી.
ગુજરાતની ઇિંનગ્સની ૧૬મી ઓવર પહેલા ૪ મિનિટ માટે મેચ બંધ થઈ ગઈ કારણ કે ધોની અમ્પાયર સાથે વાત કરી રહૃાો હતો. મુદ્દો એ હતો કે અમ્પાયરોએ ઝડપી બોલર પથિરાનાને બોિંલગ કરતા અટકાવ્યો હતો. પથિરાના ઓવર પહેલા મેદૃાનની બહાર ગયો હતો. નિયમો અનુસાર, બ્રેક બાદૃ કોઈ પણ ખેલાડી સીધો પ્રવેશ કરીને બોિંલગ કરી શકતો નથી. જેટલી મિનિટ સુધી ખેલાડી બહાર રહે છે, તેણે તેટલા લાંબા સમય સુધી ફિલ્ડિંગ કરવી પડે છે, તે પછી જ તે બોિંલગ કરી શકે છે.
હવે એવું કહેવામાં આવી રહૃાું છે કે ધોનીએ અમ્પાયરો સાથે એટલો જ સમય વાત કરી જેટલો સમય પથિરાના બહાર રહૃાો હતો અને અંતે જ્યારે સમય પૂરો થયો ત્યારે પથિરાનાને બોિંલગ મળી. આ પછી તેણે સારી બોિંલગ કરતા બે વિકેટ ઝડપી અને ચેન્નાઈએ ૧૦મી વખત આઈપીએલ ફાઇનલમાં જગ્યા બનાવી.
હવે સવાલ એ છે કે શું આ મુદ્દે અમ્પાયરોએ ખોટું કર્યું? કે પછી ધોનીએ નિયમોનો લાભ લીધો? જો કે, નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી જાણીજોઈને સમય બગાડે છે, તો તેના પર ૫ રનનો દૃંડ લાદૃવામાં આવે છે. તે નિયમ અહીં લાગુ પડે છે કે નહીં તે મોટો પ્રશ્ર્ન છે. તો ગુજરાત ટાઇટન્સે પણ આ મુદ્દે કોઈ વાંધો નોંધાવ્યો નથી.

રિલેટેડ ન્યૂઝ