એડિડાસ નવી જર્સી, કિટ્સનું ઉત્પાદૃન અને ડિઝાઇન કરશે:બીસીસીઆઈ

એડિડાસ સાથે ૨૦૨૮ સુધીનો કરાર કરવામાં આવ્યો

મુંબઈ,તા.૨૪
બીસીસીઆઈએ ઓફિશિયલી એનાઉન્સ કર્યું છે કે એડીડાસ ટીમ ઈન્ડિયાની નવી કિટના સ્પોન્સર હશે. આ કરાર ૨૦૨૮ સુધી કરવામાં આવ્યો છે. આ પહેલી વખત છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં ત્રણ પટ્ટાઓ હશે, બીસીસીઆઈએ એક નિવેદૃનમાં પુષ્ટિ કરી છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં નવી જર્સી પહેરશે.

તેના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં બીસીસીઆઈએ કહૃાું કે એડિડાસ નવી જર્સી, ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમો અને અંડર-૧૯ ટીમની કિટ્સનું ઉત્પાદૃન અને ડિઝાઇન કરશે. આ કરાર માર્ચ ૨૦૨૮ સુધીનો છે. એડિડાસ પાસે તમામ ફોર્મેટ માટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીની ડિઝાઇન અને ઉત્પાદૃન કરવાની સત્તા હશે. આમાં ટીમ તેમજ સહાયક સ્ટાફ માટે મુસાફરી અને તાલીમ કિટનો પણ સમાવેશ થશે.
બીસીસીઆઈએ જણાવ્યું કે આ કરાર જૂનથી શરૂ થઈ રહૃાો છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત નવી જર્સી પહેરશે. આ પહેલી વખત બનશે જ્યારે ટીમ ઈન્ડિયાની જર્સીમાં ત્રણ સ્ટ્રાઈપ્સ હશે. ઉલ્લેખનીય છે કે તેની એક ઝલક પણ સામે આવી છે. હકીકતમાં, વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે રવાના થયેલી પહેલી ટીમ આ નવી કિટ પહેરીને ગઈ હતી. તમે નીચેના ફોટામાં અક્ષર પટેલ અને સહાયક સ્ટાફના સભ્યોને નવી કિટમાં જોઈ શકો છો. તેમની જર્સીની સ્લીવ્સની બંને બાજુએ ૩-૩ સફેદૃ સ્ટ્રાઈપ્સ છે.

રિલેટેડ ન્યૂઝ