લખનઉ સુપર જાયન્ટ્સ બહાર થતા આઈપીએલમાં નહીં મળે નવો ચેમ્પિયન

મુંબઈએ પાંચ વખત, ચેન્નઈએ ચાર વખત અને ગુજરાત ટાઈટન્સે એકવાર ટાઈટલ જીત્યુ છે

મુંબઈ,તા.૨૫
આઈપીએલ ૨૦૨૩ની સીઝન તેના અંતિમ ચરણ પર છે. સિઝન-૧૬ની બે મેચ જ બાકી રહી છે. હજુ પણ ટાઈટલ જીતવા માટે ત્રણ ટીમો વચ્ચે હરિફાઈ છે. મહેન્દ્ર િંસહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર િંકગ્સે ક્વોલિફાયર-૧ જીતીને સીધી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-૨ આવતીકાલે અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં જે ટીમ વિજેતા થશે તે ટીમ ૨૮ મેના રોજ ચેન્નઈ સામે ફાઈનલ મેચ રમશે. લખનઉની ટીમ બહાર ફેંકાઈ જતા હવે આઈપીએલ ૨૦૨૩માં નવો ચેમ્પિયન મળશે નહીં. ત્રણેય ટીમો અગાઉ ખિતાબ જીતી ચૂકી છે.
લખનઉ સુપર જાયન્ટ્સ ગઈકાલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં ચાહકોની નવો ચેમ્પિયન ટીમ મેળવવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ હતી. આ વર્ષે પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમોમાંથી લખનઉ જ એકમાત્ર એવી ટીમ હતી જે તેના પ્રથમ ટાઈટલ જીતાવા આગળ વધી રહી હતી. જો કે લખનઉને એલિમિનેટર મેચમાં મુંબઈએ સફરને રોકી દૃીધી હતી. હવે બાકીની ત્રણ ટીમોએ ઓછામાં ઓછું ૧ ટાઇટલ તો જીત્યું જ છે. આ ત્રણેય ટીમો વધુ એક ટાઈટલ પોતાના નામે કરવા માટે આગળની મેચ રમશે.
આ ત્રણેય ટીમોએ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ સુધી આઈપીએલ પર રાજ કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે ૨૦૨૦માં ૫મી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ મહેન્દ્ર િંસહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર િંકગ્સ વર્ષ ૨૦૨૧માં ચોથી વખત ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨માં પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સે શાનદૃાર પ્રદૃર્શન કરીને પ્રવેશવાની સાથે ટાઇટલ જીત્યું હતું. હવે આ ત્રણમાંથી એક ટીમ આ વર્ષે પણ આઈપીએલની ટ્રોફી પર કબ્જો કરશે.
આઈપીએલના ઈતિહાસમાં ઘણી ટીમોએ ભાગ લીધો છે પરંતુ જો વર્તમાન ફ્રેન્ચાઈઝીની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સહિત લખનઉ સુપર જાયન્ટ્સ, પંજાબ િંકગ્સ અને દિૃલ્હી કેપિટલ્સ કુલ ૪ ટીમો છે જેણે એક પણ ટ્રોફી જીતી નથી. આ વર્ષે લખનઉ સિવાય કોઈ ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી.

રિલેટેડ ન્યૂઝ