શું શુભમન સાથે લગ્નના બંધનમાં બંધાશે સારા અલી ખાન?

બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહૃાાં છે

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિૃવસોમાં તેની ફિલ્મ ’ઝરા હટકે ઝરા બચકે’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને દૃર્શકોનો ઘણો પ્રેમ મળી રહૃાો છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદૃસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે વિકી કૌશલ પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. હવે તેની પ્રોફેશનલ લાઈફ સિવાય એક્ટ્રેસ તેની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં છે. તમને જણાવી દૃઈએ કે સારા અલી ખાનનું નામ સતત ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાય છે. રિપોર્ટ અનુસાર, બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહૃાાં છે. જો કે હજુ સુધી સારા અને શુભમન તરફથી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદૃન સામે આવ્યું નથી. હવે ડેિંટગના સમાચારો વચ્ચે સારા અલી ખાને ક્રિકેટર સાથે લગ્ન કરવા પર પોતાનું રિએક્શન આપ્યું છે. જણાવી દૃઈએ કે સારા અલી ખાનની દૃાદૃી શર્મિલા ટાગોરે ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું તે પણ તેની દૃાદૃીના પગલે ચાલશે અને ક્રિકેટર સાથે લગ્ન કરશે. આના જવાબમાં સારાએ જણાવ્યું કે તે કોની સાથે લગ્ન કરવા માંગે છે અને તેને કેવો લાઈફ પાર્ટનર જોઈએ છે. એક ઈન્ટરવ્યુમાં સારાએ કહૃાું, તે વ્યક્તિ ક્રિકેટર અથવા બિઝનેસમેન પણ હોઈ શકે છે, પરંતુ તે મારી સાથે મેન્ટલી અને ઇન્ટેલએક્ચુલી મેચ થવો જોઈએ. મને લાગે છે કે હું પોતે જે પ્રકારની વ્યક્તિ છું, મને નથી લાગતું કે મારા પાર્ટનર બનવા માટે તે ક્રિકેટર બિઝનેસમેન, ડૉક્ટર હોવો જોઇે. કદૃાચ ડોક્ટર નહીં. મજાક છોડીને વાત કરીએ તો હકીકત એ છે કે તેણે મારા મેન્ટલ લેવલને મેચ કરવું પડશે. જો તે એવું કરી શકે, તો તે ખૂબ જ સારી વાત છે. આ પછી જ્યારે સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે, શું તે આ સમયે ભારતીય ક્રિકેટ ટીમમાંથી કોઇને ડેટ કરી રહી છે? આના જવાબમાં એક્ટ્રેસ કહૃાું, ’હું તમને હકીકત જણાવીશ, હું આ પૂરા વિશ્ર્વાસ સાથે કહીશ કે હું જે પાર્ટનર મેળવવા જઈ રહી છું તેને હું મળી નથી. હું તે વ્યક્તિની રાહ જોઈશ.

રિલેટેડ ન્યૂઝ