પહેલીવાર બન્યું કે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં વિલંબ થયો
લંડન,તા.૮
ભારત આ વર્ષે વનડે વર્લ્ડ કપની યજમાની કરશે. અહેવાલો અનુસાર ટૂર્નામેન્ટ ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ શકે છે. આ દૃરમિયાન આઈસીસીના સીઈઓ જ્યોફ એલાર્ડિસે વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ના શેડ્યૂલ વિશે મોટી માહિતી આપતા કહૃાું કે ટુર્નામેન્ટના શેડ્યૂલની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. હજુ સુધી વર્લ્ડ કપના કાર્યક્રમ અને સ્થળને લઈને કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. આવું પહેલીવાર થઈ રહૃાું છે જ્યારે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આટલો વિલંબ થઈ રહૃાો છે. અગાઉ વર્ષ ૨૦૧૯માં રમાયેલા વનડે વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત ટૂર્નામેન્ટના લગભગ ૧૩ મહિના પહેલા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૫ વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ લગભગ ૧૮ મહિના પહેલા આવી ગયું હતું. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહૃાું હતું કે વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દૃરમિયાન કરવામાં આવશે.
આઈસીસી સીઈઓએ કહૃાું હતું કે, ‘‘મને લાગે છે કે આજે અમે ભારત પાસેથી શેડ્યૂલ મેળવી શકીએ છીએ અને અમારે તમામ ભાગ લેનારી ટીમો અને બ્રોડકાસ્ટર્સ સાથે થોડો પરામર્શ કરવો પડશે. પછી અમે તેને શક્ય તેટલી વહેલી તકે જાહેરાત કરી શકીએ છીએ. જ્યારે અમે સ્પર્ધાઓ કરીએ છીએ, ત્યારે અમે યજમાનોની સાથે મળીને કામ કરીએ છીએ. આઈસીસી સીઈઓને પણ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદૃારી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાનના કારણે શેડ્યૂલ જાહેર કરવામાં કોઈ પ્રકારનો વિલંબ થઈ રહૃાો છે. આના પર તેમણે કહૃાું કે શેડ્યૂલ આવે તે પહેલા આ અંગે કંઈ કહી શકાય નહીં. તેણે કહૃાું, હું શેડ્યૂલ જોઉં ત્યાં સુધીપ હું રાહ જોઈ રહૃાો છું અને મને આશા છે કે આગામી એક-બે દિૃવસમાં હું તેના પર કંઈક કહીશ. અમારી ઇવેન્ટ ટીમ તમામ વિવિધ દૃેશોમાં ક્રિકેટ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં ખૂબ જ અનુભવી છે.